Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખિલ્યોઃ ૧૮ દરોડામાં ૧૦૩ પત્તાપ્રેમી પકડાયા

પોલીસની જુગાર અંગે મેગા ડ્રાઇવઃ મકાન ને વાડીમાંથી પર અને ઘોડીપાસા અને જાહેરમાં જુગાર રમતા પ૧ ની ધરપકડઃ જુગારીઓ સામે પોલીસે જાહેરનામાં ભંગની પણ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૧ : શ્રાવણ માસમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખીલ્યો છે ત્યારે જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને પોલીસ દ્વારા ગઇકાલે જુગાર અંગેની મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં પોલીસે જુદા-જુદા અઢાર સ્થળે દરોડા પાડયા હતા. જેમાં નવ મકાન અનેવાડીમાંથી પર અને નવસ્થળેથી જાહેરમાં પત્તા ટીંચતા પ૧ જુગારીઓને પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને શહેર પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમીશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસ્િંહ જાડેજા તથા એસીપી એસ.આર.ટંડેલ એમ.આર.રાઠોડ, પી. કે. દીયોરાએ દારૂ-જુગારની બદીને નાબુદ કરવા માટે સૂચના આપતા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.  એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ સલીમભાઇ માડમ, અજયભાઇ બસીયા, સંજયભાઇ, પરેશભાઇ, સિરાજભાઇ ચાનીયા, હેમેન્દ્રભાઇ, જયદીપસિંહ બોરાણ તથા મીતેશભાઇ ઓડેદરા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે સંજયભાઇ અને મીતેશભાઇને મળેલી બાતમીના આધારે મોરબી રોડ વેલનાથપરામાં જાહેરમાં જુગાર રમતા વેલનાથપરા-૧૯/૧૪ ના મુકેશ ભવનભાઇ સુરાણી (ઉ.૩૪) વેલનાથપરાના ધનજી શણાભઇ વીંજવાડીયા (ઉ.૪૦) રાજુ દીનેશભાઇ માંડવાળીયા (ઉ.૩૮) ને પકડી લઇ રૂ.૮ર૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી જયારે બીજા દરોડોમાં એએસઆઇ વીરમભાઇ તથા હેડ કોન્સ. અજયભાઇને મળેલી બાતમીના આધારે ભગવતીપરામાં સુખ સાગર-૬માં મકાનમાં જુગાર રમતા પવન પ્રવીણભાઇ પરમાર (ઉ.૪૦), રૂખડીયાપરા-૧ના ગોપી ભીખાભાઇ વળોદરા (ઉ.૪પ), સુખસાગર-૬ના મનોજ વિનોદભાઇ વાઘેલા (ઉ.૩પ), અનીલ ચકુભાઇ પરમાર (ઉ.પ૦), મોચીબજાર શ્રદ્ધાંનંદ હરીજનવાસના ગૌરવ ભનુભાઇ ગોહેલ (ઉ.ર૮) ને પકડી લઇ રૂ.ર૩,૮૦૦ ની રોકડ કબ્જે કરી હતી જયારે  હેડ કોન્સ સલીમભાઇ માડમ અને પરેશભાઇ સોઢીયાને મળેલી બાતમીના આધારે ભગવતીપરામાં આશબાપીરની દરગાહ પાસે દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા ભગવતીપરાના લાલજી બચુભાઇ પરમાર (ઉ.પપ) રમઝાન ઝુમાભાઇ હીંગરોજા, રીયાઝ પપુભાઇ સૈયદ, ઇકબાલ ઝુમાભાઇ હીંગરોજા, સલીમ આમદભાઇ બુકેરા, ઇકબાલ કાસમભાઇને પકડી લઇ રૂ.૧૩૮૩૦ ની રોકડ કબ્જે કરી હતી પોલીસે તમામ શખ્સો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

થોરાળા પોલીસે ૧૬ શખ્સો ઝબ્બે

થોરાળા પોલીસ મથકના પીઆઇ જી. એમ. કડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.ડી.જાદવ, હેડ કોન્સ ભુપતભાઇ, આનંદભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, યુવરાજસિંહ, સહદેવસિંહ અને રમેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિજયભાઇ, સહદેવસિંહ અને રમેશભાઇને મળેલી બાતમીના આધારે મયુરનગર મેઇન રોડ શકિત ઇન્ડસ્ટરીઝ ઝોનમાં આવેલા જય ભવાની કારખાનામાં દરોડો પાડી જુગાર રમતા મયુરનગરના દિપક રવુભાઇ ગોહેલ, કિશોર મનુભાઇ ગોહેલ, રાજુ મનજીભાઇ પરમાર, મનોજ ગોરધનભાઇ મોરી, જેન્તી બાબુભાઇ ગોહેલ, અનીલ કાનજીભાઇ પરમાર, સાગર, જેન્તીભાઇ રાઠોડ, કાંતી મનજીભાઇ પરમાર, વિનુ ઉકાભાઇ નવાપરીયા, અરવિંદ કાનજીભાઇ પરમાર, અન્ય ભનાભાઇ સોલંકીને પકડી લઇ રૂ.ર૬પ૦૦ ની રોકડ કબ્જે કરી હતી જયારે બીજા દરોડામાં જયદીપભાઇ, યુવરાજસિંહ અને રમેશભાઇને મળેલી બાતમીના આધારે ભારતનગર મેઇન રોડ પર દેવરાજભાઇ વાલાણીયા મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ભારતનગરના દેવરાજ મગનભાઇ વાલાણી, વિક્રમ બળદેવભાઇ પરમાર, અરવિંદ જીવરાજભાઇ બાગદીરયા, કીશન કાનજીભાઇ વાલાણી, ભીમજી અજાભાઇ મકવાણા, ને પકડી લઇ રૂ. ૧૭૦૦૦ ની રોકડ કબ્જે કરી હતી પોલીસે તમામ શખ્સો સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી હતી.

ભકિતનગર પોલીસે  ૧૭ને ઝડપી લીધા

ભકિતનગર પોલીસે પીઆઇ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. સલીમભાઇ મકરાણી, રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગૌસ્વામી, દેવાભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ, હિતેન્દ્રસિંહ, મૈસુરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દેવાભાઇ અને ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે ભાવેશ સોલંકીના મકાનમાં દરોડો પાડી જંગલેશ્વર રાધાકૃષ્ણનગર શેરી નં. ૭નાં ભાવેશ મોતીભાઇ સોલંકી, ન્યુ સાગર સોસાયટીના મુકેશ બીજલભાઇ મકવાણા, બીપીન દીલીપભાઇ મકવાણા, ઉમેશ ગોરધનભાઇ સોલંકી, ગાંધી સોસાયટીના અજય મનસુખભાઇ મકવાણા, મુકેશ ગલોવિંદભાઇ પરમારને પકડી લઇ રૂ. ૧પ૭પ૦ની રોકડ કબ્જે કરી હતી. જયારે બીજા દરોડામાં સહકાર મેઇન રોડ પર જામનગર શેરી નં. ૧ માં મકાનમાં દરોડો પાડી જમનાનગરના રાજેન્દ્રસિંહ ઉર્ફે છનુભા મંગળસિંહ ઝાલા, ભારતીનગરના દીપક રણછોડભાઇ કેશળીયા, ક્રિષ્ના પાર્ક સોસાયટીના સંજય ભરતભાઇ જામંગ, મહેશ ગોગનભાઇ વેકરીયા ને પકડી લઇ રૂ. ૧પ૪૦૦ની રોકડ કબ્જે કરી હતી જયારે ત્રીજા દરોડામાં ઢેબર કોલોની મફતીયાપરા શૌચાલય પાસે ઘોડીપાસાનો જુગાર રમતા નારાયણનગર મફતીયાપરાના ભરત પૂંજાભાઇ ચુડાસમા, કિશન લાલજીભાઇ સોલંકી, પ્રતાપ બટુકભાઇ ભોણીયા, પ્રતાપ જેન્તીભાઇ સોલંકી, વિજય જેન્તીભાઇ સોલંકી, જીતુ રમેશભાઇ વાઘેલા અને નીતીન જેનીભાઇ કુચબંદીયાને પકડી લઇ રૂ. ૧૮૧૦૦ની રોકડ કબ્જે કરી હતી પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

કુવાડવા પોલીસે ૧૦ને ઝડપી લીધા

કુવાડવા પોલીસ મથકના પીઆઇ એમ. સી. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બીપી મેઘલાતર, કિશોરભાઇ, જયપાલસિંહ, સતીષભાઇ, જેન્તીભાઇ, મુકેશભાઇ તથા રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે સાયપર ગામની સીમમાં દીલીપભાઇ મોહનભાઇ આસોદરીયાની વાડીમાં દરોડો પાડી વાડી માલીક દીલીપ આસોદરીયા (રહે. ગાંધી સ્મૃતિ સોસાયટી), સંતકબીર રોડ નંદુ પાર્કના રામદેવસિંહ બહાદુરસિંહ ઝાલા, મોરબી રોડ પરના ભુપતન હંસરાજ સાવલીયા, ખોડીયાર પાર્કના અશ્વીન ઓધવજીભાઇ ભોરણીયા, મારૂતીનગરના ભાવેશ બાલકૃષ્ણભાઇ ખોયાણીને પકડી લઇ રૂ. ર૬ર૦૦ની રોકડ કબ્જે કરી હતી તથા બીજા દરોડામાં બેડલામાં રાણીંગપર રોડ પર વાડીની બાજુમાં દરોડો પાડી જુગાર રમતા બેડલાના બચુ સવાભાઇ મકવાણા, જયસુખ ગાંડુભાઇ મકવાણા, લાખા ગોવિંદભાઇ રાઠોડ, લાલજી મોહનભાઇ સરેસીયા અને રણછોડ બીજલભાઇ રાઠોડને પકડી લઇ રૂ. ૧૦૯ર૦ની રોકડ કબ્જે કરી હતી. પોલીસે આ તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

આજી ડેમ પોલીસે દસને દબોચ્યા

આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એન. ઝાલા, હેડ કોન્સ. ઇન્દ્રસિંહ, શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા કૌશેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. કુલદીપસિંહ અને શૈલેષભાઇને મળેલી બાતમીના આધારે ભાયાસર ગામ પાસે અરવીંદ ભુપતભાઇ ભાલાળાની વાડીમાં દરોડો પાડી જુગાર રમતા વાડી માલીક અરવીંદ ભાલાળા (રહે. પીપલાણા ગામ) તથા રાજપરાના વીઠ્ઠલ પોપટભાઇ મકવાણા, જયદીપ ભરતભાઇ રાઠોડ, ગણેશનગરના નિલેષ મનસુખભાઇ સોલંકી, ભાયાસરના કિશોર સામતભાઇ મકવાણા, બ્રહ્માણી હોલ પાસે રાધેશ્યામ સોસાયટીના જયદેવસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, કોઠારિયા ગામ આલોક સોસાયટીના રામજી મેઘજીભાઇ પાનસુરીયા, લોઠડા ગામના ભરત જીવણભાઇ કંબોયા, તીરૂપતી સોસાયટીના નીલેષ રાઘવભાઇ ડઢાણીયા, પુરૂષાર્થ સોસાયટીના લઘુ કચરાભાઇ ડવને પકડી લઇ રૂ. પ૩ર૦૦ની રોકડ કબજે કરી હતી જયારે તમામ સામે પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

માલવીયાનગર પોલીસે ૧૩ને ઝડપી લીધા

માલવીયાનગર પોલીસે પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કોન્સ. ભાવીનભાઇ, દીગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મસરીભાઇ, રોહીતભાઇ, મહેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. યુવરાજસિંહ, ભાવેશભાઇ અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે દોઢસો ફૂટ રોડ શ્યામ પાર્ક શેરી નં. ૧ માં દરોડો પાડી શ્યામપાર્ક-રના ભાવેશ ભીખાભાઇ તળાવીયા, કીરીટ વશરામભાઇ લાડવા, અભીષેક દીપકભાઇ ગોસાઇ, જતીન મુળજીભાઇ મોડાસીયા, ભરત ભીખાભાઇ ડાંગર, શારદાબેન ભરતભાઇ ડાંગર, પુનમબેન જગદીશભાઇ ધોકીયા, મનીષાબેન મનીષભાઇ કાનપરા, ચાંદનીબેન ભરતભાઇ ડાંગરને પકડી લઇ રૂ. ૧૭૩૦૦ની રોકડ કબજે કરી હતી જયારે બીજા દરોડામાં કોન્સ. ભાવેશભાઇ અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે ગોકુલધામ પાસે ડાલીબાઇ આરએમસી કવાર્ટર બ્લોક નં. ૧ર કવાર્ટર નં. ૧૦૩પમાં દરોડો પાડી જુગાર રમતા કવાર્ટર માલીક વિમલ કનકરાય ગાંધી, અમરશી ચનાભાઇ નૈયા, લક્ષ્મીનગર-૬ના જસ્મીન રમેશભાઇ પરમાર, વિવેક ઉર્ફે વીકી દીપકભાઇ શીંગાળાને પકડી લઇ રૂ. ૧૦૩૦૦ની રોકડ કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરી હતી.

પ્રનગર પોલીસે બેને દબોચ્યા

પ્ર.નગર પોલીસ મથકના પી આઇ એલએલ ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વિજયરાજસિંહ અને યુવરાજસિંહ સહિતે ગવલીવાડ પાછળ વીરમાયા પ્લોટ શેરી નં. ર માં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ગવલીવાડ વિરમાયા પ્લોટના પ્રવિણ ભનુભાઇ ચાવડા, મોહન મનુભાઇ ચાવડાને પકડી લઇ રૂ. રર૦૦ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

ગાંધીગ્રામ પોલીસે ૧૩ને ઝડપી લીધા

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. જે વાળાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ પુષ્પાબેન પરમાર સહિતે પેટ્રોલીંગ દરમ્યાન સોસાયટીમાં અરવીંદ પીતાંબરભાઇ ગડારાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા અરવિંદ ગડારા, ધર્મરાજ પાર્ક-રના ડાયા આનંદભાઇ ગડારા, લાભદીપ સોસાયટીના શૈલેષ પીતાંબરભાઇ ગડારા, દ્વારકાધીશ સોસાયટીના અંકીત કાંતીભાઇ ગડારા, નાગેશ્વર રેસીડેન્સીના વીજય ટપુભાઇ ગડારા, મહાવીરનગરના હિમલ રમેશભાઇ ગડારા, ધર્મરાજપાર્કના નિતીન પ્રભુભાઇ ભોજાણીને પકડી લઇ રૂ. ર૬૭પ૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી જયારે બીજા દરોડામાં હેડ કોન્સ. કે. વી. જાડેજા તથા કીશોરભાઇ ધુબલ સહિતે જામનગર રોડ નાગેશ્વર સોસાયટીમાં નાગેશ્વર પ્રાઇડ એપાર્ટમેન્ટના ધાબા પર દરોડો પાડી જુગાર રમતા એપાર્ટમેન્ટના કેવલ હિતેશભાઇ ચૌહાણ, ઇગલ રેસીડેન્સી ગોવર્ધન ચોકના રૂષીરાજસિંહ, હર્ષદસિંહ રાઠોડ, પાશ્ચનાથ રેસીડેન્સીના સમીર દિનેશભાઇ ગલચર, ઉદ્યોગનગર કોલોની કવાટર નં.ર૪ના આશીષ કાનજીભાઇ વરાણ, નાગેશ્વર પ્રાઇડ એપાર્ટમેન્ટના નીતીન શાંતીભાઇ વાજાને પકડી લઇ રૂ.૬૩૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. અને તમામ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરી હતી.

તાલુકા પોલીસે ૬ને  ઝડપી લીધા

તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, હેડ કોન્સ વિજયગીરી, હેડકોન્સ. પ્રદિપસિંહ, ભગીરથસિંહ, વિરેન્દ્રસિંહ હર્ષરાજસિંહ, મનીષભાઇ, રવીરાજભાઇ, કિશનભાઇ, ધર્મરાજસિંહ તથા રૂપેશભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા કોન્સ વિરેન્દ્રસિંહ, ધર્મરાજસિંહ અને મનીષભાઇને મળેલી બાતમીના આધારે મોહીત ઉર્ફે શકિત રાજેશભાઇ પરમારના મકાનમાં દરોડો પાડી મકાન માલીક મોહીત પરમાર, અંગન ગ્રીન સીટી બ્લોક નં. ર૬ના યોગેશ રાજેશભાઇ પરમાર, રૂઋી રેસીડેન્સીના જીગર હરસુખભાઇ ઠુંમર, સફલ એવન્યુના નરભેરામ કાનજીભાઇ ભીમાણી, પંકજ નરભેરામ ભીમાણી, આંગન ગ્રીન સીટીના પ્રકાશ મનસખુભાઇ પઢારીયાને પકડી લઇ રૂ.૧૧,ર૭૦ ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

યુનિવર્સિટી પોલીસ મથકના આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.રબારી, હેડ કોન્સ રાજેશભાઇ, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, પુષ્પારાજસિંહ, મુકેશભાઇ, અજયભાઇ અને કૃષ્ણદેવસિંહ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે હરપાલસિંહ, અને પુષ્પરાજસિંહને મળેલી બાતમીના આધારે રૈયા રોડ બાપાસીતારામ ચોક પાસે શ્રીજીપાર્ક શેરી નં.ર પાસે દરોડો પાડી ગાંધીગ્રામ શેરી નં.૭ના અમીત પ્રેમરાજભાઇ ચૌધરી, નારણ માંડણભાઇ વકાતર અને મનીષ પ્રવિણભાઇ સાંગાણીને પકડી લઇ રૂ. ૧૪૩૦૦ ની રોકડ, કબ્જે કરી હતી.

(2:38 pm IST)