Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

લાતી પ્લોટમાં થયેલી ઘંઉ-ચોખાની ચોરીમાં ફરાર જાકીર અને રફિક ઉર્ફ બાડો પકાડાયા

બી-ડિવીઝનના સિરાજભાઇ અને હેમેન્દ્રભાઇની બાતમી પરથી પકડાયાઃ અગાઉ બે શખ્સ ઝડપાઇ ગયા'તાઃ રફિક વિરૂધ્ધ અગાઉ મારામારી, દારૂ અને જૂગારના પાંચ ગુના

રાજકોટ તા. ૧૧: લોકડાઉન વખતે લાતી પ્લોટમાં વેપારીનું ગોડાઉન તોડી ઘંઉ અને ચોખાની ચોરી કરવામાં આવી હતી. આ ગુનામાં અગાઉ બે શખ્સને બી-ડિવીઝન પોલીસે પકડી લીધા હતાં. ત્યારે વધુ બે શખ્સ ભગવતીપરા ચોકી પાછળ પરષોત્તમ પાર્કમાં રહેતાં જાકીર હુશેનભાઇ બુસાણી (ઉ.૨૪) અને ગાંધી વસાહત સીટી સ્ટેશન પાસે રહેતાં રફિક ઉર્ફ બાડો અલ્લારખાભાઇ ભાડુલા (ઉ.૪૩)ના નામ ખુલ્યા હતાં. સતત ફરાર આ બંનેને પકડી લેવાયા છે.

બી-ડિવીઝનના કોન્સ. સિરાજભાઇ ચાનીયા અને હેમેન્દ્રભાઇ વાધીયાની બાતમી પરથી બંનેને શોધી કઢાયા છે. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડકોન્સ. સલિમભાઇ માડમ, અજયભાઇ બસીયા, કોન્સ. સંજય મિયાત્રા, પરેશ સોઢીયા, સિરાજભાઇ ચાનીયા, હેમેન્દ્રભાઇ વાધીયા, જયદિપસિંહ બોરાણા, મિતેષભાઇ આડેસરા સહિતે આ કામગીરી કરી હતી.

પોલીસ સુત્રોના કહેવા મુજબ રફિક ઉર્ફ બાડો અગાઉ બી-ડિવીઝન અને પ્ર.નગરમાં  મારામારી, રાયોટ, દારૂ, જૂગારના પાંચ ગુનામાં પકડાઇ ચુકયો છે.

(2:36 pm IST)