Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

૧૯મીએ મનપાનું જનરલ બોર્ડ : કોરોનાના પ્રશ્નોનો ધોધ

કોરોના કેસ, હોમ કોરોન્ટાઇન અને કાયમી આરોગ્ય અધિકારી સહિતનાં પ્રશ્નોનો મારો ચલાવશે વિપક્ષ : સતત ત્રીજુ બોર્ડ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં: ભાજપનાં ૨૦ અને કોંગ્રેસનાં ૫ સહિત કુલ ૨૫ નગર સેવકો દ્વારા વિવિધ ૩૫ પ્રશ્નો રજૂઃ પ્રથમ ચર્ચા ભાજપના મનિષ રાડિયાએ પુછેલા લોકડાઉનમાં વેરા રાહતનાં પ્રશ્નથી થશે

રાજકોટ, તા. ૧૦ :  આગામી તા. ૧૯ ના રોજ શહેરનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સવારે ૧૧ વાગ્યાથી મ.ન.પા.નું જનરલ બોર્ડ મળનાર છે. જેમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યો કોરોનાં સંક્રમણ અંગેનાં પ્રશ્નોનો મારો ચલાવી શાસક પક્ષને આડે હાથ લેવા સજ્જ બન્યુ છે જો કે બોર્ડમાં સૌપ્રથમ પ્રશ્ન ભાજપનાં વોર્ડ નં.રના કોર્પોરેટર અને બાંધકામ સમિતિનાં ચેરમેન મનીષ રાડિયાનો હોઇ તેઓએ પૂછેલા ''લોકડાઉનમાં વ્યવસાયિકોને વેરા રાહત અંગેનાં પ્રશ્નની જ ચર્ચા થશે.

૧૯ મીએ મળનાર જનરલ બોર્ડમાં ભાજપનાં ર૦ કોર્પોરેટરોનાં રર પ્રશ્નો અને કોંગ્રેસનાં પ કોર્પોરેટરોનાં ૧૩ મળી કુલ ૩પ પ્રશ્નો રજૂ કરાયા છે.

જેમાં વિપક્ષી નેતા ઉપનેતા મનસુખ કાલરિયાએ ''કાયમી આરોગ્ય અધિકારીની ખાલી પડેલી જગ્યા બાબતે કોંગ્રેસના ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં.૧૭) એ પુછેલા હોમકોરોન્ટાઇન અંગેનો પ્રશ્ન દંડક અતુલ રાજાણીએ કોરોના સંક્રમણ રોકવા થયેલી બજેટ જોગવાઇ અંગેનો પ્રશ્ન વગેરે કોરોના સંદર્ભેમાં પ્રશ્નો વિપક્ષે રજુ કર્યા છે.

જયારે શાશક પક્ષ ભાજપના નેતા દલસુખ જાગાણીએ કોઠારિયા-વાવડી વિસ્તારમાં થયેલ વિકાસ કામોનો પ્રશ્નો, અને પ્રિતીબેન પનારાએ  પુછેલો આંગણવાડી મકાનોનો પ્રશન સહીતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મીનાબેન પારેખ, અંજનાબેન મોરજરીયા, બાબુભાઇ આહીર, વિજયાબેન વાછાણી, શિલ્પાબેન જાવિયા, ડો. દર્શિતાબેન શાહ, રાજુભાઇ અઘોરા, જાગૃતિબેન ઘાડિયા, જયમીનભાઇ ઠાકર, અશ્વિનભાઇ ભોરણીયા, વશરામભાઇ સાગઠીયા, નીતીનભાઇ રામાણી, જયોત્સનાબેન ટીલાળા, રૂપાબેન શીલુ, મુકેશભાઇ રાદડિયા, પરેશભાઇ પીપળીયા, આશિષભાઇ વાગડીયા, અજયભાઇ પરમાર, અતુલભાઇ રાજાણી, ગીતાબેન પુરબીયા વગેરે મળી કુલ રપ કોર્પોરેટરોએ ૩પ પ્રશ્નો રજુ થયા છે.''

પાંચ દરખાસ્તોના નિર્ણય લેવાશે

૧૯ મીએ મળનાર જનરલ બોર્ડના એજન્ડામાં રહેતી કુલ પ દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

જેમાં (૧) વેરા વળતર યોજનામાં સુધારો (ર) ગેબનશાહ દરગાહ પાસે જાહેર યુરિનલ દૂર કરવા (૩) ત્રણ ઇજનેરોને ઇજાફા આપવા (૪) રેલનગરમાં ભારત પેટ્રોલ પમ્પ પાસેનાં ચોકનું ''સ્વ બાલસિંહજી સરવૈયા'' ચોક નામકરણ કરવા (પ) અર્બન ફોરેસ્ટનું 'રામવન' નામ કરવા સહિતની દરખાસ્તનો સમાવેશ છે.

(3:15 pm IST)