Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

મવડીના પટેલ કારખાનેદાર ધનજીભાઇ રૂપારેલીયા સાથે ઇસ્માઇલ અને અનવર નામના ગઠીયાની રૂ. ૫.૫૦ લાખની ઠગાઇ

અમદાવાદ આંગડિયુ મોકલવાના બહાને રકમ લઇ ગયાઃ પી. ઉમેશ પેઢીમાં તપાસ કરતાં આ નામના કોઇ ન મળ્યાઃ આજીડેમ પોલીસે તપાસ આદરી

રાજકોટઃ મવડીમાં રહેતાં અને રાજકોટ-ગોંડલ રોડ પર કારખાનુ ધરાવતાં પટેલ કારખાનેદાર સાથે આંગડિયા પેઢીના કર્મચારીના નામે બે શખ્સોએ રૂ. ૫,૫૦,૦૦૦ની ઠગાઇ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બારામાં આજીડેમ પોલીસે મવડી ગામ ભોજલરામ સોસાયટી-૧માં અંકિતા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧માં રહેતાં અને રાજકોટ-ગોંડલ હાઇવે પર બજરંગ ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં. ૩માં રૂદ્ર ઇન્ડસ્ટ્રીઝ નામે વાયર વાઇડીંગનું કારખાનુ ચલાવતાં પટેલ કારખાનેદાર ધનજીભાઇ બચુભાઇ રૂપારેલીયા (ઉ.૬૦)ની ફરિયાદ પરથી ઇસ્માઇલ તથા અનવર નામના બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ધનજીભાઇ મુળ ગોંડલના બિલીયાળાના વતની છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૭/૭ના બપોરે બે વાગ્યે તે કારખાને હતાં ત્યારે શાપર કેબલનો ધંધો કરતાં તેમના ભત્રીજા અમિતે ફોન કરી કહ્યું હતું કે અમદાવાદ પેમેન્ટ કરવાનું છે. ગોંડલ રોડની પી. ઉમેશ આંગડીયા પેઢીમાં ઇસ્માઇલ સાથે વાત થઇ છે. તેનો માણસ અનવર આવશે તેને ૫ લાખ ૫૦ હજાર આપી દેજો. આ વાત થયા બાદ બપોરે ત્રણેક વાગ્યે ઇસ્માઇલે ફોન કરી કહ્યું હતું કે તેને અમિત સાથે વાત થઇ છે, આંગડિયુ કરવાનું છે તો માણસ અનવર તમારી પાસે પેમેન્ટ લેવા આવે છે.

આ વાત થયા બાદ ધનજીભાઇએ કારખાનાનું સરનામુ આપ્યું હતું. સાંજે સાડા ચારેક વાગ્યે એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે પી. ઉમેશ આંગડિયામાંથી બોલે છે અને પૈસા લેવાના છે તેવી વાત કરી પોતે ગોંડલ રોડ સાંઢીયા પુલ લીલાવતી પાર્ટી પ્લોટ પાસે ઉભો હોવાનું અને કારખાનુ જોયું ન હોવાનું કહ્યું હતું. તેણે ધનજીભાઇને પોતાની પાસે આવી પૈસા આપી જવાનું કહેતાં ધનજીભાઇ ત્યાં પહોંચ્યા હતાં. ત્યારે પોતાને આંગડિયા કર્મચારી તરીકે ઓળખ આપનારે અમિતભાઇ સાથે વાત થઇ છેતે વી વાતક રતાં ધનજીભાઇએ અમિતને ફોન કરી વાત કન્ફર્મ કરી પૈસા આપી દેવા કહેતાં ધનજીભાઇએ સાડા પાંચ લાખ આપી દીધા હતાં.

એ પછી સાંજે સાડા છએક વાગ્યે અમિતે ફરીથી ધનજીભાઇને ફોન કરી પોતાને અમદાવાદથી પાર્ટીનો ફોન આવ્યો છે કે તેને હજુ પેમેન્ટ મળ્યું નથી. આથી ધનજીભાઇએ અને અમિતે મળી પી. ઉમેશવાળા ઇસ્માઇલ અને પૈસા લઇ ગયેલા કર્મચારીનેફોન જોડ્યા હતાં. પરંતુ સંપર્ક થયો નહોતો. પી.ઉમેશ પેઢીમાં તપાસ કરતાં ત્યાં આવા કોઇ માણસ કામ કરતાં નહિ હોવાનું જણાતાં છેતરાયાની ખબર પડી હતી.

એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડાએ ગુનો નોંધી બંને ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.

 

(11:42 am IST)