Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ચાવી બનાવવાના નામે ચોરી કરતી ગેંગના પોપટસિંગને પાસામાં ધકેલાયોઃ ભકિતનગર પોલીસે વોરન્ટ બજવણી કરી

રાજકોટઃ થોડા દિવસો પહેલા ભકિતનગર પોલીસે તાળાની ચાવીઓ બનાવી આપવાના બહાને ઘરના કબાટોમાંથી રોકડ-દાગીના ચોરી કરતી ટોળકી ઝડપી લીધી હતી. તે પૈકીના પોપટસિંગ ગોકુલસિંગ સિકલીગર (ઉ.૩૦-રહે. મુળ ગોદી રોડ સિંગલ ફળીયા દાહોદ)ને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલ્યો છે.

વોરન્ટ બજવણી અને દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી પી.આઇ. વી. કે. ગઢવી, પી.આઇ. એસ.એન. ગડ્ડુ, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, મહેન્દ્રસિંહ, મહેશભાઇ, રણજીતસિંહ, રાજુભાઇ દહેકવાડ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, હાર્દિક પીપળીયા સહિતે કરી હતી.

(11:42 am IST)