Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

રાજકોટમાં વરસાદની સાથે જૂગારની મોસમ પણ પૂરબહારમાં ખીલીઃ ૬ દરોડામાં ૪૬ પત્તાપ્રેમી ઝડપાયા

રાજકોટઃ શનિવારે વરસાદની મોસમની સાથોસાથ જૂગારની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠી હતી. અલગ-અલગ પોલીસની ટીમોએ જુદા-જુદા ૬ દરોડામાં ૪૬ પત્તાપ્રેમીઓને પકડી લઇ રૂ. ૧,૪૬,૪૬૦ની રોકડ કબ્જે લીધી હતી.

તનિષ્ક એપાર્ટમેન્ટમાંથી પાંચ વેપારીઓ ઝડપાયા

એ-ડિવીઝન પોલીસે જુની ગેસ્ફોર્ડ સિનેમા પાસે તનિષ્ક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી ઘરધણી સહિત ૫ વેપારીઓને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૭૮૭૨૦ની રોકડ કબ્જે લીધી હતી.

એસીપી એસ.આર. ટંડેલ અને એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, ઇન્દુભા જાડેજા, ડી.ડી. જોજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નરેશકુમાર ઝાલા, હાર્દિકસિંહ, અશોક ડાંગર, મેરૂભા ઝાલા સહિતે દરોડો પાડ્યો હતો.

રતનપરમાં પાંચ પકડાયા

જ્યારે બીજો દરોડો કુવાડવા પોલીસે રતનપર ગામે પાડી વિનાયક વિલા સોસાયટી-૩માં રહેતાં જગદીશ કેશવજીભાઇ ચાવડા (ઉ.૫૪), મહેશ વિરમભાઇ બોરીચા (ઉ.૨૭-રહે. રતનપર), ભુપત આપાભાઇ બસીયા (ઉ.૩૬-રહે. રતનપર), યુવરાજસિંહ હરદેવસિંહ ઝાલા (ઉ.૨૭-રહે. રતનપર), મુરલી રમેશભાઇ બાબરીયા (ઉ.૨૩-રહે. રતનપર)ને પકડી લઇ રૂ. ૫૫૫૦ કબ્જે લીધા હતાં. એસીપી એસ.આર. ટંડેલ અને પી.આઇ. એમ.આર. પરમારની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, બુટાભાઇ, મનિષભાઇ, દિલીપભાઇ, અજીતભાઇ, દેવેનદ્રસિંહ, રઘુવીરભાઇ સહિતે આ દરોડો પાડ્યો હતો.

અનમોલ પાર્કમાં ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા

ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસે અનમોલ પાર્ક-૩માં પાડી ભાવનાબેન દિનેશભાઇ હુંબલ (ઉ.૪૦), યોગેશ કાનજીભાઇ પટેલ (ઉ.૩૫), પાર્વતિબેન હાજાભાઇ પીલવાડા (ઉ.૫૪), પૂજાબેન યોગેશભાઇ નંદાસણા (ઉ.૩૦) તથા હરેશ હાજાભાઇ મારૂ (ઉ.૨૧)ને ભાવનાબેનના મકાનમાં જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૬૮૦૦ કબ્જે લીધા હતાં. એસીપી એચ.એલ. રાઠોડ, ઇન્ચાર્જ એમ. જે. રાઠોડની રાહબરીમાં પીએસઆઇ પટેલ, કનકસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ, શૈલેષભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

આંબેડકરનગરમાંથી ૧૫ ઝપટે ચડ્યા

ચોથો દરોડા માલવીયાનગર પોલીસે આંબેડકરનગર-૪માં કાંતિ મગનભાઇ બગડા (ઉ.૨૮)ના ઘરમાં પાડી તેને તથા વિજય મોહનભાઇ ખીમસુરીયા (ઉ.૩૮), પિયુષ મગનભાઇ પરમાર (ઉ.૨૮), ગોૈતમ ઉર્ફ ગોપી મનસુખભાઇ સોલંકી (ઉ.૨૨), ઉમેશ રામજીભાઇ (ઉ.૨૫), દિનેશ તેજાભાઇ દવેરા (ઉ.૩૭), આશિષ ઇશ્વરભાઇ પરમાર (ઉ.૨૩), દેવેન વિનોદભાઇ (ઉ.૨૫), રાજુ રાણાભાઇ મકવાણા (ઉ.૪૬), આશિક બાબુભાઇ (ઉ.૨૬), હેમત જેઠાભાઇ (ઉ.૩૫), મનિષ અમુભાઇ સોંદરવા (ઉ.૩૨), પ્રદિપ શામજીભાઇ પરમાર (ઉ.૩૪), ભરત રવજીભાઇ રાઠોડ (ઉ.૩૫) તથા શાંતિલાલ મુળજીભાઇ સરવૈયા (ઉ.૩૬)ને પકડી લઇ રૂ. ૧૧,૦૪૦ કબ્જે લીધા હતાં. એસીપી ગેડમ અને પી.આઇ. એન.એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ ચંપાવત, મશરીભાઇ, ભાગ્યેશભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

નવલનગરમાંથી ૭ પકડાયા

પાંચમો દરોડો માલવીયાનગર પોલીસે જ પાડ્યો હતો. નવલનગર-૩માં રહેતાં હરેશ મનસુખભાઇ વાઢેર (ઉ.૩૪)ના ઘરમાં દરોડો પાડી તેને તથા ગિરીશ ઠાકરશીભાઇ જોગીયા (ઉ.૩૪), નિલેષ ઠાકરશીભાઇ જોગીયા (ઉ.૩૮), નિતીન રવજીભાઇ જોગીયા (ઉ.૨૨), મુળજી રણછોડભાઇ જોગીયા (ઉ.૫૩), હસમુખ લાલજીભાઇ જોગીયા (ઉ.૨૬) તથા નિકુંજ અરજણભાઇ કંસારા (ઉ.૨૨)ને પકડી લઇ રૂ. ૧૨૮૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

ગુ.હા. બોર્ડ આકાશદિપમાંથી છની ધરપકડ

છઠ્ઠા દરોડામાં એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ, હરદેવસિંહ, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ, અજીતસિંહ, સહિતે ગુ.હા. બોર્ડ આકાશદીપ સોસાયટી-૧૨માં દરોડો પાડી જાહેરમાં તિનપત્તી રમી રહેલા અસલમ હાસમભાઇ મતવા (ઉ.૩૨-રહે. રાજદિપ સોસાયટી-૧૦), અર્જુન હીરાભાઇ વાંક (ઉ.૨૪), મનિષ પ્રતાપભાઇ પોપટ (ઉ.૪૯), અરવિંદ કેશુભાઇ દેવમુરારી (ઉ.૪૮), જીજ્ઞેશ બહાદુરભાઇ રાઠોડ (ઉ.૩૯) તથા વિક્રમસિંહ મહિપતસિંહ જાડેજાને પકડી લઇ ગંજીપાના અને રોકડા રૂ. ૩૧૫૫૦ કબ્જે લીધા હતાં.

(6:04 pm IST)