Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

બેફામ વરસાદથી જીઇબીના સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩પર ફીડર બંધઃ ર૧૩ ગામોમાં અંધારપટ

૪૩ થાંભલા જમીન દોસ્તઃ એક ટીસી બળી ગયું: તંત્રને જબરી દોડધામ... : રાજકોટમાં વીજતંત્ર પ્રજાની પરીક્ષામાં ફુલ્લી પાસઃ લાઇટો ગૂલની હાલ નજીવી ફરીયાદઃ ૩થી૪ ફીડર બંધઃ ઝાડો પડતા લાઇટો બંધ થઇ

રાજકોટ તા. ૧૦: મેઘરાજાએ સટાસટી બોલાવતા પીજીવીસીએલ એટલે કે વીજતંત્રને ભારે દોડધામ થઇ પડી છે, જોકે રાજકોટમાં મુશળધાર વરસાદ છતાં વીજતંત્ર સમક્ષ લોકોની નજીવી ફરીયાદો હોવાનું ચીફ ઓફીસર શ્રી કોઠારીએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે જણાવેલ કે, રાજકોટમાં ઝાડો પડવાથી વીજળી ગુલો થઇ છે, ૩ થી ૪ ફીડર ગઇકાલે ટ્રીપ થયા તે ચાલુ કરી દેવાયા છે, કોઇ મેજર ફરીયાદ નથી, તમામ ઇજનેરો અને સ્ટાફ ઓફીસમાં હાજર છે.

દરમિયાન બેફામ વરસાદથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૩પર ફીડર બંધ થઇ જતા ર૧૩ ગામોમાં અંધારપટ છવાઇ ગયો છે, ૪૩ જેટલા થાંભલા પડી ગયા છે, વીજપુરવઠો કાર્યાન્વીત કરવા રાઉન્ડ ધી કલોક ટીમો દોડાવાઇ રહી છે.

સૌથી વધુ અસર જામનગર જીલ્લામાં ૧૭ર ફીડર બંધ થયા છે, ત્યારબાદ ભૂજ પંથકમાં ૭૧ ફીડર ટ્રીપીંગમાં ગયા છે, જામનગર-સુરેન્દ્રનગર પંથકમાં ૧૩ થાંભલા પડી ગયા છે.

સૌથી વધુ ગામડા જામનગર જીલ્લાના ૧૧૪ ગામોમાં અંધારપટ છે, રાજકોટ જીલ્લાના-૧૧, બોટાદના-૩૧ ગામોમાં લાઇટો ન હોવાનું જાહેર કરાયું છે, ૧ ટીસી બળી જતા બદલાવાયું હતું.

(1:29 pm IST)