Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

રાજકોટ શહેર-જીલ્લા માટે આર્મી બોલાવતા કલેકટર

પડધરી આખા ગામમાં કમર સુધીના પાણીઃ સ્ટેટ ડીઝાસ્ટરના જવાનો દોડી ગયાઃ ૪પ૦નું સ્થળાંતર : રાજકોટના ઘંટેશ્વર-કુવાડવા-તાલુકા ક્ષેત્રમાંથી ૭પ૦નું સ્થળાંતરઃ જંગલેશ્વર વિસ્તારમાંથી ૧પ૦ને ખસેડાયા : કોર્પોરેશનને SDRF અને NDRF બંને ટીમો ફાળવતા કલેકટરઃ છાપરવાડી-૧ ઓવરફલો ૮ ગામોને અપાતી ચેતવણી

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ શહેર - જીલ્લામાં અતિભારે વરસાદ ચાલુ હોય અને લોધીકા-પડધરીમાં બેફામ વરસાદ ચાલુ હોય - ચારે બાજુ પાણી ભરાયા હોય, રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ હાઇએલર્ટ સદર્ભે જામનગરથી લશ્કરની મદદ લીધી છે, આર્મીની ટીમ જામનગરથી બોલાવાઇ હોવાનું અને આર્મીના પ૦ જવાનો રાજકોટ શહેર-જીલ્લા માટે બપોરે ૧II થી ર વાગ્યા સુધીમાં આવી જશે તેમ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું.

તેમણે જણાવેલ કે, રાજકોટ ઉપરાંત પડધરી-લોધીકામાં બેફામ વરસાદ ચાલુ છે, પડધરી આખામાં કમર સુધીના પાણી ભરાતા એસડીઆરએફની ટીમો રવાના કરી અને ૪પ૦ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.

તેમણે ઉમેર્યુ હતું કે, રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘંટેશ્વર-કુવાડવા, તથા અન્ય ક્ષેત્રમાંથી ૭પ૦ નું સ્થળાંતર કરાયું છે, તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ૧પ૦ લોકોને ખસેડવા પડયા છે.

ગોંડલ નજીકનો છાપરવાડી-૧ ડેમ ઓવરફલો થતા ૭ ગામોને ચેતવણી આપી દેવાઇ છે, હાઇએલર્ટ જાહેર કરાયું છે.

કોર્પોરેશનને એનડીઆરએફની એક  આખી ટીમ આપી દેવાઇ છે, તેમજ એસડીઆરએફના ૩૦ જવાનો પણ કલેકટરે કોર્પોરેશનને હવાલે મુકી દીધા છે.

(4:48 pm IST)