Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

હરહર મહાદેવ : સર્વજન સુખાયના સંકલ્પ સાથે ડે.કલેકટર પ્રજ્ઞેશ જાની દ્વારા રામનાથ મહાદેવની ભવ્ય પદયાત્રા

યાત્રાનો પ્રારંભ કરાવતા મેયર-ધારાસભ્ય તથા એડી કલેકટર : મંગલ વાતાવરણ વચ્ચે ભોળાનાથને ધ્વજારોહણ...

હર હર મહાદેવ : આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે, રાજકોટના ગ્રામ દેવતા અનેક સ્વંયભૂ શ્રી રામનાથ મહાદેવના જીર્ણોધ્ધાર માટે ડે. કલેકટરશ્રી પ્રજ્ઞેશ જાનીને સરકારે મોડલ અધિકારી તરીકે નિમણુંક આપી છે, શહેરની પ્રજાના સર્વજન સુખાય સંકલ્પ સાથે શ્રાવણ માસના આગલા દિવસે પવિત્ર અમાસના દિવસે ડે. કલેકટરશ્રી પ્રજ્ઞેશ જાનીએ પંચનાથ મહાદેવ મંદિરેથી રામનાથ મહાદેવ સુધી પદયાત્રા કરી નૂતન ધ્વજારોહણ કર્યુ હતું, આ પ્રસંગની તસ્વીરમાં પંચનાથ મહાદેવ મંદિરે ડે. કલેટકરની શ્રી પ્રજ્ઞેશ જાની પૂજા કરતા, બીજી તસ્વીરમાં શ્રી જાનીને ધ્વજાનું પૂજન બાદ અર્પણ કરતા ધર્મપત્ની આરતીબેન જાની, સાથે જીતુભાઇ મહેતા નજરે પડે છેે, નીચેની તસ્વીરમાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, ભાજપ અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, નીરજભાઇ પવિત્ર ધ્વજાને માથે લઇ યાત્રામાં જોડાયા તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા.૧૧: સર્વજન હિતાય, સર્વજન સુખાયના મંગલ સંકલ્પ સાથે રાજકોટ શહેરના નાયબ કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા શ્રાવણ માસના આગલા દિવસે આજે સવારે ૯ વાગ્યાથી ખુલ્લા પગે પદયાત્રા કરી રાજકોટના નગરદેવતા ભગવાન સ્વયંભુ રામનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતાં. અને ભોળાનાથને નુતન ધ્વજા ચડાવી હતી, તેમની સાથે આ પદયાત્રામાં તમામ સમાજના ૨૫૦ થી પણ વધુ સેવકો અને ભાવિકો જોડાયા હતા, હરહર મહાદેવના નાદથી રાજકોટ શહેર ગુંજી ઉઠયું હતું.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા, મેયરશ્રી બીનાબેન આચાર્ય તથા રાજકોટ શહેરના ધારાસભ્યોશ્રી ગોવિંદભાઇ પટેલેે આ મંગલકારી યાત્રાનો પ્રારંભ પંચનાથ મહાદેવના મંદિરેથી કરાવ્યો હતો. ત્યાંથી આ યાત્રા લીમડા ચોક,ત્રિકોણ બાગ, રાજશ્રી સિનેમા, કોઠારીયા નાકા થઇ ગંત્વય સ્થાન રામનાથ દાદાના સાન્નિધ્યમાં પહોંચી હતી.

આ શુભપ્રસંગે ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, જીતુભાઇ મહેતા, દેવાંગ માંડક, મેયરશ્રી બીનાબેન આચાર્ય, નીરજભાઇ  પાઠક, ખીમજીભાઇ જોગરાણા, અમીતભાઇ વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શુભ ધ્વજા પ્રજ્ઞેશ જાનીને તેમના ધર્મપત્ની આરતીબેને અપર્ણ કરી હતી.

સર્વજન હિતાય, સર્વજન સુખાય તથા રાજકોટના નગરજનોના સુખસમૃધ્ધિના કલ્યાણકારી સંકલ્પ સાથે શ્રી જાની આ યાત્રા કરી રહયા છે. રાજય સરકાર દ્વારા સ્વયંભુ રામનાથ મંદિરના પુનરોદ્ધાર થઇ રહયો છે. ત્યારે આ પુનરોદ્ધારના નિમિતમાત્ર નોડેલ અધિકારી તરીકે બન્યા છે.

રામનાથ મંદિર સેવક અમિત ભાઇ રાઠોડે, ચંદ્રકાંતભાઇ ડાંગર, ભાવેશ ભાઇ ડાંગર, ગોવિંદભાઇ પરમાર, જગદીશભાઇ ગોહેલ, બાબુભાઇ લાવડીયા, મનોજભાઇ ચોટાઇ, દિલીપભાઇ ગોહિલ, કમલભાઇ ભટ્ટ, રણજીતભાઇ ભટ્ટ , હિતેશભાઇ બોરીચા એ ખાસ કાર્યવાહી કરી હતી.(૧.૧૩)

(4:21 pm IST)
  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST