Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

છેલ્લી કારોબારીના નિર્ણયોનું સોમવારથી અમલીકરણ થશે

કાનૂની લડતમાં ખાટરિયા જુથનો હાથ ઉપરઃ હાઈકોર્ટના આખરી ચૂકાદાને આધીન તેવી શરત મુકાશે

રાજકોટ, તા. ૧૧ :. જિલ્લા પંચાયતમાં અર્જુન ખાટરિયાની અધ્યક્ષતામાં ૨૧ જુલાઈએ મળેલ કારોબારી બેઠકના નિર્ણયોનો અમલ કરવાની હાઈકોર્ટે છુટ આપતા વહીવટી તંત્ર સોમવારથી અમલની કાર્યવાહી શરૂ કરશે તેમ જાણવા મળે છે.

છેલ્લી કારોબારીમાં મંજુર થયેલ બિનખેતી સહિતના તમામ હુકમોમાં 'હાઈકોર્ટના આખરી ચુકાદાને આધીન' તેવી શરત મુકાશે. ગઈ કારોબારીની બેઠકની કામગીરી આવતી સામાન્ય સભામાં બહાલી માટે રજુ થશે. સમિતિની કામગીરીને બહાલી આપવી તે સામાન્ય સભાની સ્વભાવિક પ્રક્રિયા છે. કોઈ સભ્યો નક્કર કારણ વગર બહાલીનો વિરોધ કરી શકે નહિ. સોમવારે કારોબારી સહિતની સમિતિઓના અધ્યક્ષની વરણી છે. તે દિવસથી નવી સમિતિઓ વહીવટી  રીતે   અસ્તિત્વમાં   આવી  જશે. (૨-૧૧)

 

(4:20 pm IST)