Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઈન્ડીયન ડેન્ટલ એસોસીએશન દ્વારા સોમવારથી એક સપ્તાહ સ્માઈલ કોમ્પીટીશન

દાંતના રોગોના તબીબોની કલીનીકે જઈ ફ્રી ચેકઅપ કરાવો

રાજકોટ,તા.૧૧: ઈન્ડીયન ડેન્ટલ એસોસીએશન, રાજકોટ બ્રાંચ દ્વારા રાજકોટના બધા ડેન્ટલ દવાખાનામાં (જો કોઈ ડોકટર ના પાડે તો બીજા ડોકટરનો સંપર્ક કરશો) તા.૧૩ થી તા.૧૮ સુધી ''સ્વચ્છ મુખ અભિયાન'' નિમિતે એક સ્માઈલ કોમ્પીટીશન રાખવામાં આવેલ છે.

જે બે વિભાગમાં છે. વિભાગ-૧ ઉંમર ૭ થી ૧૫ વર્ષ, વિભાગ ૨- ઉંમર ૧૬ થી ૨૫ વર્ષના કોઈપણ વ્યકિત સ્ત્રી કે પુરૂષ જેમનું સ્માઈલ સારૃં હોઈ તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ભાગ લેનાર સ્પર્ધક કોઈ ફી ચુકવવાની નથી. સ્પર્ધકનું સ્માઈલ સારૃં હશે તો રાજકોટના બધા ડેન્ટિસ્ટના ત્યાં આવેલ સ્પર્ધકમાંથી દરેક વિભાગમાં એક સ્ત્રી અને એક પુરૂષ પ્રતિયોગી વિનર જાહેર થશે અને તેમને ગુજરાત સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં આગળ મોકલવામાં આવશે અને ત્યાં આવવા- જવા માટેનું બીજા વર્ગનું રેલ ભાડુ ગુજરાત આઈ.ડી.એ. તરફથી આપવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં જેનું સ્માઈલ સારૃં હશે તે વિનર થશે. આ સ્પર્ધામાં ભાગ લેનારને ફાયદો નિશ્ચિત છે કે તેના દાંત ચેકઅપ થશે અને ભવિષ્યમાં આવનાર દાંતની તકલીફથી બચી શકાશે. તે સિવાય જીતનાર સ્પર્ધક અચુક ઈનામ પ્રાપ્ત કરશે.

ડો.બિમલ વસાણી (પ્રમુખ, આઈડીએ, ગુજરાત બ્રાન્ચ), ડો.રચના ચોલેરા (સી.ડી.એચ. ચેરમેન) (મો.૯૭૧૨૦ ૮૫૯૭૬), તેજસ ત્રિવેદી, મિતા પટેલ, જેકી દેવમુરારી નજરે પડે છે.(૩૦.૨)

(4:19 pm IST)