Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કાલે કરણપરા ચોકમાં સંગીત સંધ્યા

કોર્પોરેશન દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત કાલે - સોમવારે વિવિધ કાર્યક્રમો : સ્પર્ધાઃ કાલે સવારે ૧૦ વાગ્યે ઠક્કરબાપા છાત્રાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ : બપોરે ૩ કલાકે રેડક્રોસ હોલ ખાતે હું અને મારૂ બાળક સ્પર્ધા : સોમવારે રમત કીટનું વિતરણ

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વ ૨૦૧૮ની ઉજવણી વોર્ડ નં.૭ ખાતે કરવામાં આવેલ હોય જેના ભાગરૂપે તા.૧૨ના રોજ સવારે ૧૦ કલાકે ઠક્કરબાપા છાત્રાલય, યાજ્ઞિક રોડ કોર્નર, ભીલવાસ રોડ, રાજકોટ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય માન. પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના તેમજ રાત્રે કરણપરા ગરબી ચોક, રાજકોટ ખાતે, ૯.૩૦ કલાકે ભવ્ય સંગીત સંધ્યાનું દીપ પ્રાગટ્ય રાજકોટ શહેર ભાજપના માન. પૂર્વ પ્રમુખશ્રી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવશે. ત્યારે તા. ૧૩ના સોમવારે સવારે ૧૦ વાગ્યે વિરાણી હાઇસ્કુલ, બપોરે ૧૨.૩૦ વાગ્યે શાળા નં. ૧૯માં રમત કીટનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દિપ પ્રાગટય કમલેશભાઇ મીરાણી કરશે. સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સ્ટેન્ડિંગ કમિટીના ચરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય કમિટી ચેરમેન જયમીન ઠાકર તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડિયા સહિતની સંયુકત યાદીમાં જણાવાયું છે.

આ તમામ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. આ તમામ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈ. બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીયમંત્રી ભાનુબેન બાબરિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિ કમલેશભાઈ જોષીપુરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ ડોકટર સેલનાં કન્વીનર ડો. અમિતભાઈ હાપાણી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી,  વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પુનીતાબેન પારેખ, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, વોર્ડ નં.૦૭ના ભાજપ પૂર્વ પ્રમુખ હેમુભાઈ ચૌહાણ, ભાજપ અગ્રણી કિરીટભાઈ પાંધી, રણજીતભાઈ ચાવડીયા, જયેન્દ્રભાઈ મહેતા, નવિનભાઈ કક્કડ, તરુબેન વેગડ, રાજુભાઈ ચાવડા, હિરાભાઈ ઘાવરી, વસંતભાઈ જસાણી, વેપારી અગ્રણી ચા વાળા જીતુભાઈ દેસાઈ, મહિલા અગ્રણી ભારતીબેન જાની, સુરજ બેસનના ચન્દ્રકાન્તભાઈ તન્ના, રાજકમલના દેવજીભાઈ પડીયા, સોની સમાજનાં અગ્રણી ચમનભાઈ લોઢીયા, સેવા સત્કાર સમર્પણ ગ્રુપના નટુભાઈ કોટક, જાણીતા તબીબ ડો. વચ્છરાજાની, ડો. મનન માંકડ, ડો. ભપલ સાહેબ, ડો. આશર, ડો. ભાવેશ સચદે, વિશ્વ હિંદુ પરિષદના શાંતુભાઈ રૂપારેલીયા વિગેરે ઉપસ્થિત રહેશે.(૨૧.૨૨)

 

(4:21 pm IST)