Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

વણનોંધાયેલી ૧૩ લાખની ચોરીનો ભેદ ખોલતી પોલીસ

રઘુકુલ એપાર્ટમેન્ટમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજેશભાઇ સોમૈયાના ઘરમાં ૧૨.૯૫ લાખના દાગીના-રોકડની ચોરી થઇ હતીઃ ઘરકામ કરવા આવતી શીતલે ડુપ્લીકેટ ચાવી બનાવી જુદા-જુદા સમયે હાથફેરો કર્યોં: શકમંદ મહિલા પોલીસના સકંજામાઃફરીયાદી મળતાની સાથે જ એ.સી.પી. જયદિપસિંહ સરવૈયાની ટુકડીની ત્વરીત કામગીરીઃ મોટાભાગનો મુદ્દામાલ કબ્જે

જયાં ચોરી થઇ તે ફલેટ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૧૧: કસ્તુરબા રોડ પર આવેલ સરદાર બાગ પાસે આવેલા રઘુકુલ એપાર્ટમેન્ટમાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટના ફલેટમાં ચાર વર્ષ પહેલા તસ્કરોએ ડુપ્લીકેટ ચાવીથી કબાટ માંથી રૂ. ૧૨.૯૫ લાખની મતા ચોરી જતા ગઇકાલે પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે. જેમા ઘરકામ કરવા આવતી મહિલા પર શંકા દર્શાવવામાં આવતા ક્રાઇમ બ્રાંચે મહિલાનેઙ્ગ સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ કસ્તુરબા રોડ સરદાર બાગ પાસે રઘુકુલ એપાર્ટમેન્ટ ત્રીજામાળે એ /૩૧ માં રહેતા અને સરદારનગરમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફીસ ધરાવતા રાજેશભાઇ વિનોદભાઇ સોમેૈયા (ઉ.વ.૫૯) એ ગઇકાલે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, હું માતા હેમાબેન તથા પત્ની ક્રિષ્નાબેન સાથે રહું છે મારે બે દીકરીઓ છે તે સાસરે છે. છેલ્લાા ચારેક વર્ષથી જુદા-જુદા સમયે અમારા ઘરમાં જેમાં મારા માતાના રૂમના કબાટમાંથી તથા મારા રૂમના કબાટમાંંથી સોના-ચાંદીના દાગીનાઓની ચોરી થઇ હોવાનું ધ્યાનમાં આવી હતી. આ ચોરીમાં કોઇ શખ્સ દ્વારા તાળા તોડયા વગર ડુપ્લીકેટ ચાવીથી કબાટ અને તીજોરી ખોલીને ચોરી થયેલ છે. અને નાના-મોટા સોના-ચાંદીના દાગીના તીજોરીમાંથી દાગીના ચોરી ગયા હતા. જેમાં સોનાની પાટલી, સોનાનું બ્રેસલેટ, બે ચેઇન , બંગડી, પેન્ડલ, સોનાની પોચી, કડુ, સોનાની માળાા, વીંટી, સોનાની ગીની, ચાંદીનો જુડો, ચાંદીના સીક્કા, ચાંદીની ગાય તથા લેડીઝ પર્સમાંથી રૂ. ૨ લાખ રોકડા મળી કુલ રૂ. ૧૨.૯પ,૬૭૦ની મતા ચોરી થઇ હતી. છેલ્લા ચારેક વર્ષના અરશામાં જુદા-જુદા સમયે અમારી ગેરહાજરીમાં અમારા ફલેટના ઉપરના માળે તથા અમારા ફલેટમાં ચાર વર્ષથી ઘરકામ કરવા આવતી શીતલ ધીરૂભાઇ નામની મહીલા એ ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કર્યાની શંકા છે આ બનાવ અંગે જાણકરતા ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે આ મહીલાને સંકજામાં લઇ પુછપરછ હાથ ધરી  હતી.

એ.સી.પી. ક્રાઇમ જયદિપસિંહ સરવેૈયાને ફરીયાદ મળતાં જ ત્વરીત કામગીરી શરૂ થઇ હતી. મહિલાની ઉલટ તપાસમાં ભાંગી પડી હતી અને પોતાનું કૃત્ય સ્વીકારી લીધું હતું.(૧.૧૨)

(4:13 pm IST)
  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST