Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજ દ્વારા ત્રિવિધ સમારોહ

કાલે શ્રાવણના આરંભે ગાયત્રી યજ્ઞ, રકતદાન કેમ્પ અને સમુહ જ્ઞાતિ ભોજન

રાજકોટ તા. ૧૧ : કાલથી શરૂ થઇ રહેલ પવિત્ર શ્રાવણ મહીનાનો આરંભ થઇ રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસે જ નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજના લોકો માટે સમુહ જ્ઞાતિ ભોજન, ગાયત્રી યજ્ઞ, રકતદાન કેમ્પ સહીત ત્રિવિધ સમારોહનું આયોજન કરાયુ છે.

 આ અંગે જ્ઞાતિ આગેવાનોએ જણાવેલ કે ગાયત્રી માતા બ્રાહ્મણોના અધિષ્ઠાત્રી છે. એટલે તેમને યાદ કરવા ગાયત્રી યજ્ઞથી સમારોહની શરૂઆત સવારે ૮.૩૦ વાગ્યે કરાશે. જેનું બીડુ બપોરે ૧૧ વાગ્યે હોમાશે.

સાથો સાથ ગરીબ દર્દીઓને રકત પુરૂ પાડી શકાય તેવા આશયથી સવારે ૯ થી બપોરે સુધી રકતદાન કેમ્પ યોજેલ છે.

બપોરે ૧૨ થી ૧.૪૫ દરમિયાન જ્ઞાતિજનો માટે સમુહભોજનની વ્યવસ્થા કરાઇ છે.

રામકૃષ્ણ આશ્રમના બંધ ગેઇટની સામેની શેરીમાં યોજેલ આ સમારોહના પાસ જ્ઞાતિબંધોઓએ વ્યવસ્થાના ભાગરૂપે વહેલાસર મેળવી લેવાના રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ એડવોકેટ શૈલેષભાઇ વ્યાસ (મો.૯૯૨૪૦ ૩૧૦૩૦), ઉપપ્રમુખ દિપકભાઇ જોશી (મો.૯૮૭૯૦ ૨૩૮૪૮), અંબરીશભાઇ વ્યાસ (મો.૯૪૨૭૭ ૨૬૬૨૯), મંત્રી ઉમેશભાઇ ભટ્ટ, સહમંત્રી પ્રકાશભાઇ મહેતા, ખજાનચી ગૌરાંગભાઇ રાજયગુરૂ, સહ ખજાનચી રાજેન્દ્રભાઇ ઠાકર, સંગઠન મંત્રી જગદીશભાઇ ઉપાધ્યાય, કારોબારી સભ્યો કમલેશભાઇ ભટ્ટ, સંનતભાઇ પંડયા, શૈલેષભાઇ પંડયા, અલ્કેશભાઇ મહેતા, જયદીપ ઉપાધ્યાય વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં સમગ્ર આયોજનની વિગતો અકિલા કાર્યાલયે વર્ણવી રહેલ જ્ઞાતિ આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(4:12 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST