Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઈનોવેટિવ સ્કુલના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં ઝળકયા

રાજકોટઃ ઈનોવેટિવ શાળાના ધો.૩ થી ધો.૧૨ સુધીના બાળકોએ કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. કલામહાકુંભના ભારતનાટ્યમ નૃત્ય સ્પર્ધામાં વાણી જલુ (ધો.૪), મિત ધંધુકિયા (ધો.૬), પાર્શવી ધંધુકીયા (ધો.૮) અને કેયા માંડલિયા (ધો.૯)એ ભાગ લીધો હતો. જેમાં તાલુકા કક્ષાએ મિત ધંધુકીયાએ બીજો અને પાર્શવી ધંધુકીયાએ પહેલો ક્રમાંક મેળવ્યો હતો. પાર્શવીએ આગળ જતા જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ અદ્દભુત પ્રદર્શન કરીને બીજો ક્રમ મેળવ્યો હતો. ધોે.૩માં અભ્યાસ કરતી હેત્વી મકવાણા અને ધો.૧૦ની દિયા વ્યાસે કથ્થકમાં સરસ પ્રદર્શન કર્યુ હતું. જીલ્લા કક્ષાએ દિયા વ્યાસએ બીજો ક્રમ મેળવ્યો હતો. ધો.૯ની ધ્વની હિરાણીએ હાર્મોનિયમ અને ધો.૯ મિત પારેખએ તબલાની વ્યકિતગત સ્પર્ધામાં સરસ પ્રદર્શન કરી. ધ્વની હિરાણીએ તાલુકા કક્ષાએ બીજો ક્રમ મેળવ્યો હતો. જેમાં એમને મિતે તબલા પર સાથ આપ્યો હતો. ધો.૧૨ના હારવીન પોપટને સુગમ સંગીતમાં ભાગ લીધો હતો. ઈનોવેટિવ શાળાના ટ્રસ્ટીશ્રીઓ તથા આચાર્યાશ્રીએ કલા મહાકુંભમાં ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.(૩૦.૧૦)

(4:11 pm IST)