Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

રાજકોટ ભીલ પંચાયતના નેજા હેઠળ કાર્યાલયે આવતીકાલે કોઈ મીટીંગ નથી

એકલવ્ય ફાઉન્ડેશનના હોદ્દેદારોનો સંપર્ક કરી સ્થળ - તારીખ જાણી લેવા

રાજકોટ, તા. ૧૧ : ગઈકાલે અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ કે સમગ્ર ભીલ સમાજની જનરલ મીટીંગનું આયોજન તથા ભીલ સમાજની ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવશે. આ જાહેરાત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી છે. જેમાં કોઈ તથ્ય નથી. એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા થયેલ મીટીંગની જાહેરાતની જગ્યા ૪, ભીલવાસ રામદેવપીર દ્વારા તા.૧૨ના રોજ શ્રી ભીલ પંચાયતના નેજા હેઠળ તેમના કાર્યાલયે કોઈ મીટીંગ નથી.

જેથી રાજકોટ ભીલ પંચાયતની યાદીમાં જણાવાનું કે મીટીંગમાં જવા ઈચ્છીત ભાઈ - બહેનો એકલવ્ય ફાઉન્ડેશનના જે કોઈ હોદ્દેદારો હોય. તેનો સંપર્ક કરી જગ્યા અને તારીખ જાણી લે. આ રીતની ખોટી જાહેરાત કરવા બદલ શ્રી રાજકોટ ભીલ પંચાયત એકલવ્ય ફાઉન્ડેશનના હોદ્દેદારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા વિચારી રહી છે.

શ્રી રાજકોટ ભીલ પંચાયત દ્વારા ટૂંક સમયમાં જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવશે. જેમાં સમાજના સૌથી ચિંતાજનક પ્રશ્ન જાતિના દાખલા કાઢવામાં પડતી કનગડતાનો હંમેશા ને માટે નિકાલ થઈ ગયેલ હોય તેની જાણકારી અને શિક્ષણ ક્ષેત્રે મળતા સરકારી લાભોની જાણકારી અને યોગ્ય વિદ્યાર્થીને સમાજના હિતેચ્છુ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપવા બાબત વગેરેની ચર્ચા કરવામાં આવશે. તેમ રાજકોટ ભીલ પંચાયતની યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૩)

(4:08 pm IST)