Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સંતોષીનગર મફતીયાપરા પાસે જુગાર ધામ ઉપર ક્રાઇમ બ્રાન્ચનો દરોડોઃ ૬ જુગારીઓ ઝડપાયા

રાજકોટ, તા., ૧૧:  ક્રાઇમ બ્રાન્ચે આજે પુર્વ બાતમીના આધારે સંતોષીનગર મફતીયાપરા નજીક રામપાર્કના એક રહણાંક મકાનમાં ખેલાતા જુગાર ઉપર દરોડો પાડતા ૬ શખ્સો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. તીનપતીનો જુગાર રમતા ઇમરાન સિકંદર અલાણા, સોહીલ આબીદભાઇ ખીયાણી, શૈલેષ જયંતીલાલ પીઠડીયા, યુસુફ અબ્દુલભાઇ સાંધ, અલ્તાફ મોહમદભાઇ અઘામ અને દિલીપસિંહ પ્રતાપસિંહ ઝાલાની ધરપકડ કરી જુગારના પટમાં પડેલા ર૪,૭૦૦ રૂ. અને પર નંગ ગંજીપાના કબ્જે કરવામાં આવ્યા હતા. એસીપી ક્રાઇમ શ્રી જયદીપસિંહ સરવૈયા, પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ કાનમીયા, એએસઆઇ રણજીતસિંહ ઠાકુર, પોલીસ હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ ખટાણા, સંતોષભાઇ મોરી, બીપીનદાન ગઢવી, પોલીસમેન સંજય રૂપાપરા, સંજય દાફડા, સ્નેહ ભાદરકા અને રવિરાજસિંહ પરમાર તેમજ જયસુખભાઇ હુંબલે જાગૃતીબેન સભાયાના ભાડાના મકાનમાં દરોડો પાડયો હતો.(૪.૧૬)

(4:05 pm IST)