Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

રાજકોટ સહિત દેશભરના રેલવે સ્ટેશન માસ્તરોની ૧ દિ'ની ભૂખ હડતાલ : કામ કર્યું પણ જમ્યા નહિ

રાજકોટ તા. ૧૧ : સાતમા પગાર પંચ સહિતની પડતર માગણીઓ મુદ્દે દેશભરના રેલવે સ્ટેશન માસ્તરો આજે ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. જેમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ રેલવે જંકશન, અમદાવાદ રેલવે એરિયા ભાવનગર ડીવીઝનના તથા ડિવિઝનના રેલવે સ્ટેશન માસ્તરો પણ જોડાશે.

ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્તર એસોસિયેશન ગુજરાતના પ્રતિનિધિઓ જણાવે છે કે સાતમા પગાર પંચની માગણી છે પરંતુ હજુ સુધી તે પૂરી થઈ નથી. કર્મચારીઓ પગાર પંચ અપાયું નથી. અમારા ગ્રેડમાં પણ વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદ રેલવે જંકશન પર વધુ વર્કલોડ હોય છે. નાના નાના સ્ટેશનો પર રહેણાંકની સુવિધા મળતી નથી. આ સહિતના પ્રશ્નો અણઉકેલ છે. તેના વિરોધમાં આજે રોજ સવારે ૮ થી રાત્રિના ૮ સુધી કાલુપુર જંકશન પ્લેટફોર્મ નં.૧ જૂની બુકિંગ ઓફિસ સામે ધરણાં યોજવામાં આવ્યા હતા. અમદાવાદ કાલુપુર જંકશન પર ૫૫ જેટલાં સ્ટેશન માસ્તર છે.

 જયારે સાબરમતી, મણીનગર સહિતના સ્ટેશન પર ૧૫૦ થી ૨૦૦ અને ડિવિઝનમાં ૬૦૦થી વધુ સ્ટેશન માસ્તર છે. જયારે સમગ્ર રાજયમાં ૪,૦૦૦ અને દેશમાં ૪૦,૦૦૦ કરતાં વધુ સ્ટેશન માસ્તરો છે તે તમામ કાલે ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે.(૨૧.૨૬)

 

(4:00 pm IST)