Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ભેળસેળયુકત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેતી એસઓજી

રાજકોટઃ કુવાડવા રોડ પર આવેલા રૂડા ટ્રાન્સપોર્ટનગર પાછળ  જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ધારા ફેટ એન્ડ પ્રોટીન્સ, વેજ ફેટ પામોલીન એન્ડ વેજ ઓઇલ નામના કારખાનામાં ભેળસેળયુકત મનાતો ૬,૬૪,પ૦૦ ની કિંમતનો ઘીનો જથ્થો સ્પેશ્યલ ઓપરેશન ગૃપે કબ્જે કર્યો હતો. એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન મુજબ એસઓજીના પીઆઇ એસ.એન.ગડુ, પીએસઆઇ એચ.એમ.રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેલ મનરૂપગીરી ગોસ્વામી, જીતુભા ઝાલા, મેહુલ મઢવી તથા વિજેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળી હતી કે સોખડા ગામ પાસે આવેલી ઉપરોકત ફેકટરીમાં ઘીમાં ભેળસેળ થાય છે. આ બાતમી અંતર્ગત ફુડ એન્ડ ડ્રગ સેફટી ઓફીસર ડી.જે.સોલંકી અને એ.બી.પટેલને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો અને શંકાસ્પદ ઘીના ૪રર ડબ્બા, એક લીટરના ૧૫૦, જાર સહીત ૭,ર૪,પ૦૦નો મુદામાલ સીઆરપીસી ૧૦ર મુજબ શંકાસ્પદ ગણી કબ્જે કરવામાં આવ્યો હતો. સ્થળ ઉપરથી કલર , એસન્સ અને ઘી અલગ-અલગ મળી આવ્યું હતું. નમુના ફુડ એન્ડ ડ્રગ વિભાગમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(3:58 pm IST)