Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ફૂટબોલ-બાસ્કેટબોલમાં જય ઇન્ટરનેશનલ સ્કુલની ઝળહળતી સિધ્ધિ

રાજકોટઃ જય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ જીલ્લા કક્ષાની રમત-ગમતના ક્ષેત્રમાં એક નહિ પણ ત્રણ-ત્રણ રમતોમાં સફળતાઓ હાંસીલ કરીને શાળાને ગૌરવ પ્રદાન કર્યુ છે. જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કુલ ખાતે ગવર્નમેન્ટ સ્કુલ ગેમમાં ડીસ્ટ્રીક લેવલની અંડર-૧૯ ફુટબોલની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ગેમમાં સેમિફાઇનલમા મોદી સ્કુલની સામે ૨ ગોલથી અને ફાઇનલ મેચમા રાજકોટ DPS સ્કુલ સામે ૪ ગોલથી પેનલ્ટી શુટઆઉટમાં જીત મેળવી હતી. જય ઇન્ટરનેશનલ સ્કુલના ૫ વિદ્યાર્થીઓ જેમા રીયલ મુલવાની,દીપ નાયકપરા, હર્ષ પટેલ, તીર્થ દઢાણીયા અને ધરમ ઝાલોરીયાને રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા છે ત્યારબાદ ડિસ્ટ્રિકટ લેવલની અંડર-૧૯ સ્કૂલ ગેમ્સમાં બાસ્કેટબોલની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમ ૦૫ વિદ્યાર્થીઓ અને ૦૩ વિદ્યાર્થીઓઓએ ભાગ લીધો હતો. સેમિફાઇનલ મેચમાં જય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કુલના વિદ્યાર્થીઓ સામે ૩૫-૧૩નો સ્કોર બનાવીને જીત મેળવી હતી. ફાઇનલ મેચમાં સ્વામિનારાયણ ગુરૂકુળ, ફરેની સામે ૩૭ પોઇન્ટથી જીત હાંસિલ કરી હતી અને આ જીત સાથે ટીમના ૦૪ વિદ્યાર્થીઓની રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ સુબ્રતો કપ ફુટબોલની ડિસ્ટ્રિકટ લેવલ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અંડર ૧૭ ગ્રુપમાં જય ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગવ લીધો હતો. સેમીફાઇનલમાં એસજીવીપી સામે ૧-૦ થી અને ફાઇનલમાં મોદી સ્કુલની સામે ૪-૦ થી જીત મેળવી હતી. હવે આ વિદ્યાર્થીઓ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઇ રહ્યા છે. (૯.૪૯)

(3:57 pm IST)