Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નાયડુને રાજકોટના સ્મરણો તાજા કરાવતા જનાણી

ભારતીય પ્રૌઢ શિક્ષા સંઘ દ્વારા ન્યુ દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ પંડિત જવાહરલાલ નહેરૂ અને ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર લીટર્સી એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ વેંકટ નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એવોર્ડ વિતરણ કર્યા બાદ પ્રોટોકોલ બાજુમાં મૂકી છુટથી દેશભરનાં શિક્ષણકારો અને સામાજિક કાર્યકર્તાઓને મળ્યા હતા. તસ્વીરમાં આ કાર્યક્રમમાં ગુજરાતનાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલ સમાજ સેવા સંગઠક યશવંત જનાણીએ પણ વેંકટ નાયડુની મુલાકાત લઇ તેમની સાથે તેમની રાજકોટ મુલાકાત સમયનાં સ્મરણો તાજા કર્યા હતા. આ પહેલા જનાણીએ કાર્યવાહક સમિતિની બેઠકમાં પણ ભાગ લીધો હતો. (૭.૪૪)

(3:56 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST