Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

રાવકીના ડખ્ખામાં ભરવાડ જુથ સામે ૩૦૭ ની કલમ રદ કરોઃ એસપીને આવેદન

રાજકોટઃ તાજેતરમાં લોધીકાના  રાવકી ગામે પટેલ અને ભરવાડ જુથ વચ્ચે થયેલ ડખ્ખામાં ભરવાડ જુથ સામે થયેલ ૩૦૭ની કલમ રદ કરવા રૂરલ એસપીને માલધારી સમાજના આગેવાનોએ આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું છે કે રાવકી ગામમાં ગૌચર અને ખરાબા ઉપરના દબાણો દુર કરાવવા અને ખનીજ ચોરી અટકાવવા માટે રાવકી ગામના માલધારીઓ ઉચ્ચ કક્ષાએ વારંવાર રજુઆતો કરે છે અને આ ઝઘડો માલધારીઓને ઉશ્કેરવાનું પુર્વયોજીત કાવત્રુ છે. જે ૧પ લોકો ઉપર ફરીયાદ થઇ છે તેમાં ૧૪ લોકો ઉપર પ્રથમવાર જ ગુન્હો નોંધાયો છે. તે બાબત ધ્યાને લઇ ૩૦૭ કલમ રદ કરવા માંગણી છે. રજુઆતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રદેશ પ્રવકતા કરણાભાઇ માલધારી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રભારી મીડીયા રાજુભાઇ ઝુંઝા, ગોપાલક સમુહ લગ્ન સમીતીના ભીખાભાઇ પડસારીયા, દેવગામના સરપંચ વિશાલભાઇ ફાગલીયા તથા માલધારી સેનાના વિક્રમભાઇ ભરવાડ, અને રાવકી ગામના નથુભાઇ ચિરોડીયા સહીત મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૯)

(3:54 pm IST)