Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

મવડી વિસ્તારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારનાર અમદાવાદનો પાર્થ પકડાયો

વિધવા મહિલાની સગીર પુત્રી સાથે સુથાર શખ્સે અમદાવાદ અને રાજકોટમાં દુષ્કર્મ આચર્યુઃ મહિલા અને તાલુકા પોલીસની ટીમે અમદાવાદથી દબોચ્યો

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતા વિધવા મહિલાની ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદના સુથાર શખ્સે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતા મહિલા તથા તાલુકા પોલીસની ટીમે સુથાર શખ્સને અમદાવાદથી ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ રાજકોટમાં વિધવા મહિલાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે સ્ટેજ શોમાં સિંગર છે છ માસ પહેલા દ્વારકામાં એક કાર્યક્રમમાં પોતે પોતાની ૧૭ વર્ષની પુત્રીને લઇને એક કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં સ્ટેજ ઉપર અમદાવાદનો પાર્થ પંચાલ નામનો શખ્સ ડ્રમ વગાડતો હતો. પાર્થને પોતાની પુત્રી સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ પાર્થ અવારનવાર ફેસબુક તથા વોટ્સએપમાં મેસેજ કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવા માટે કહ્યું હતું. બાદ પાર્થના પરિવારજનો સાથે મુલાકાત થયા બાદ બંનેની સગાઇ કરવાનું નક્કી કર્યું હતું.

ત્રણ માસ પહેલા સગીરા અમદાવાદ પાર્થના ઘરે રોકાવા ગઇ ત્યારે પાર્થે ત્રણ વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદ રાજકોટમાં સગીરાના ઘરે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું છે. આ મામલે સગીરાની વિધવા માતાએ મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ પી.બી. સાપરા, પી.એસ.આઇ. એન.એસ. સવનીયા, હેડ કોન્સ. શૈલેષભાઇ કોરાટ તથા તાલુકા પોલીસ મથકના પી.આઇ. વણજારાની સુચનાથી કોન્સ. ઉમેશભાઇ ચાવડા સહિતે પાર્થ રાજેન્દ્રભાઇ પંચાલ (ઉ.વ.૨૦) સુથાર) (રહે. ચાંદલોડીયા વિભાગ -૧ ઘરનં. ૫ ડાયાકાકા નગર સોસાયટી અમદાવાદ) ને પકડી લીધો હતો. પાર્થ અમદાવાદમાં આલ્ફા મોલમાં ફાસ્ટફુડ એન્ડ પીઝાના સ્ટોલમાં કેસીયર તરીકે નોકરી કરે છે. આ અંગે મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે. (૭.પ૪)

(3:52 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST