News of Saturday, 11th August 2018

રાજકોટ નાગરિક બેન્કના ડિરેકટર સતીષજી મરાઠેની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડિરેકટરપદે નિમણુંક

રાજકોટ તા. ૧૧ : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રોલ બોર્ડમાં ડિરેકટર તરીકે રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડિરેકટર અને સહકારી અગ્રણી સતીષજી મરાઠેની નિયુકિત થતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

સતીષજી નેશનલ કો-ઓપરેટીવી ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડીરેકટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપ. કાઉન્સીલના મેમ્બર, એપેક્ષ બેન્ક ઓફ અર્બન બેન્કસ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવાના ડિરેકટર તરીકે તેમજ નેશનલ યુથ કો-ઓપ.સોસા.ના ડીરેકટર તરીકે તેમજ ઇન્ડીયન બેન્કસ એસો.ના માનદ સેક્રેટરી તરીકે, મેનેજીંગ કમીટી મેમ્બર તરીકે, કમીટી ઓફ ઇકોનોમીસ્ટ મેમ્બર તરીકે, મહારાષ્ટ્ર સરકારની વીક એન્ડ સીક અર્બન કો-ઓપ.બેન્કસની હાઇ પાવર કમીટીના મેમ્બર તરીકે, પ્રાઇવેટ સેકટર બેન્કસ એસો.ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચુકયા છે. નાણામંત્રી સાથે કો-ઓપ.સેકટરની પ્રિ બજેટ મીટીંગમાં પ્રતિનિધિત્વ કરી ચુકયા છે.૨૦૧૫ માં ઇફકો દ્વારા સહકારીતા રત્ન એવોર્ડ તેઓને મળ્યો હતો. તેમણે બેન્ક ઓફ ઇન્ડફીયાથી કારકીર્દીની શરૂઆત કર્યા બાદ સીઇઓ તરીકે ધ યુનાઇટેડ વેસ્ટર્ન બેન્ક અને જનકલ્યાણ સહકારી બેન્કના સીઇઓ તરીકે પણ કામ કરી ચુકયા છે. હાલ ૬૮ વર્ષની ઉંમરે પણ સ્ફુર્તી સાથે કાર્યકરી અન્યો માટે પ્રેરણારૂપ બનેલ છે. (૧૬.૧)

(11:47 am IST)
  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST