Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જય બાબા બુઢા અમરનાથઃ તા.૧૪-૧૫ ઓગષ્ટના સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો પ્રસ્થાન કરશે

જમ્મુ યાત્રા બેઈઝ કેમ્પમાં યાત્રિકો માટે સુવિધાઃ હજુ પણ નામ નોંધણી ચાલુ

રાજકોટ,તા.૧૧: બજરંગદળ દ્વારા આયોજીત બુઢા અમરનાથ યાત્રા તા.૧૪-૧૫ ઓગષ્ટ સૌરાષ્ટ્રભરમાંથી અનેક યાત્રાળુઓ જમ્મુ જવા માટે રવાના થશે. આ યાત્રા મહાન ઋષી પુલત્સ્યની તપોભૂમિ ઉચ્ચ વિસ્તારમાં પુલત્સ્ય નદીના કિનારે આ સ્થાન આવેલુ છે. બુઢા અમરનાથનું શીવલીંગ ચકમક સ્ફટીક પથ્થરનું છે. આ યાત્રા શ્રાવણ માસમાં બજરંગદળ દ્વારા સંપૂર્ણ દેશના દરેક રાજયના લોકો અલગ- અલગ તારીખે આ યાત્રામાં હર્ષભેર જોડાઈ જેમના દર્શન માત્રથી જીવનમાં કયારેય પણ બુઢાપો ન આવે તેવા બુઢા અમરનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

જમ્મુ શહેરની અંદર યાત્રીઓના નિવાસ માટે ભગવતીનગર જમ્મુ યાત્રા બેઈઝ કેમ્પમાં યાત્રીકો માટેની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. આ યાત્રા તા.૧૬થી ૨૫ ઓગષ્ટ દરમ્યાન યોજાવાની છે જેમાં ૧૬મીએ સાંજે ૪ વાગ્યે ઉદ્ઘાટન સમારોહમાં સૌરાષ્ટ્ર પ્રાંત, ઉતર બિહાર, તામીલનાડુ, કેરલના શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેશે અને યાત્રાના પ્રથમ જથ્થામાં પ્રસ્થાન કરશે. આ યાત્રાના રાષ્ટ્રીય સંયોજક શ્રી સૂર્યનારાયણજી યાત્રા ઈન્ચાર્જ તરીકે જમ્મુ બેઈઝ કેમ્પમાં રહેવાના છે.

યાત્રાના પ્રથમ દિવસે સવારે રાજોરી અને પુછમાં રાત્રી રોકાણ યાત્રાના બીજા દિવસે સવારે બુઢા અમરનાથ અને બુઢા અમરનાથથી રાજોરી સુંદર બની રાત્રી રોકાણ ત્રીજે દિવસે સવારે શીવખોડી દર્શન ત્યાંથી જમ્મુ પરત.

પ્રતિવર્ષીય યોજાતી આ યાત્રામાં સંપૂર્ણ ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં યાત્રીકો ભાગ લઈ રહ્યાં છે. ત્યારે હજુપણ કોઈપણ યાત્રીકોએ આ યાત્રામાં જોડાવવું હોય તો ૮- મીલપરા, વિ.હી.પ. કાર્યાલય, સૌરાષ્ટ્ર પ્રાંત યાત્રા ઈન્ચાર્જ નવીનતભાઈ ગોહેલ મો.૯૭૨૬૬ ૯૭૭૫૦ને પોતાનું નામ નોંધાવી યાત્રામાં જોડાઈ શકશે.

તસ્વીરમાં સર્વેશ્રી શિવદતભાઈ, લતાબેન, નરસિંહભાઈ, નરેન્દ્રભાઈ જોબનપુત્રા, ઘનશ્યામભાઈ, હેમલતાબેન, નટવરલાલ, ગુણંવતભાઈ, સંજયભાઈ રાઠોડ, પ્રભાતભાઈ, હરેશભાઈ ગોહેલ, નીતીનભાઈ નજરે પડે છે.(તસ્વીરઃ અશોકભાઈ બગથરીયા) (૩૦.૩)

(11:47 am IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST