Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ગંજીવાડાના ધાડના ગુનામાં થોરાળા પોલીસે કલાકોમાં આરોપીઓને ઝડપી લીધાઃ ત્રણ શખ્સની આકરી પુછતાછ

ભંગારના વેપારી સિરાજભાઇએ કાર રસ્તામાંથી દૂર લેવાનું કહેતાં ધોલધપાટ કરી સોનાનો ચેઇન લૂંટી લેવાયો'તોઃ વિજય રજપૂત, કાળુ કોળી, જલો ભરવાડની ધરપકડઃ મુદ્દામાલ કબ્જેઃ અન્ય શખ્સની તલાશ

ઝડપાયેલા ત્રણેય શખ્સો, કબ્જે થયેલી ગાડી અને પી.આઇ. એસ. એન. ગડુ તથા ટીમ થોરાળા જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૦: ગંજીવાડામાં રહેતાં ભંગારના વેપારીએ પરમ દિવસે મોડી રાત્રે સાડા બારેક વાગ્યે ગંજીવાડા મેઇન રોડ પર રસ્તા વચ્ચે સ્કોર્પિયો રાખીને ઉભેલા શખ્સોને સાઇડમાં લેવાનું કહેતાં તેમાંથી ઉતરેલા સાત-આઠ શખ્સોએ ધોલધપાટ કરી એક લાખનો ચેઇન લૂંટી લીધો હતો. તેમજ વેપારીના પુત્ર વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. થોરાળા પોલીસે ધાડનો ગુનો નોંધી કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે લીધો છે. આ ત્રણેયની આગવી ઢબે પુછતાછ કરવામાં આવી હતી.

બનાવ અંગે ગંજીવાડા-૩૧માં રહેતાં અને ભાવનગર રોડ પર એસ. કે. વે-બ્રીજ પાસે ભંગારનો ડેલો ધરાવતાં સિરાજભાઇ કાસમભાઇ જુણેજા (સંધી) (ઉ.૪૮), તેના પત્નિ અને પુત્ર પરમ દિવસે રાત્રે મહેસાણાથી કારમાં રાજકોટ આવ્યા ત્યારે સંત કબીર રોડ પર સર્વિસ રોડ પર એક સ્કોર્પિયો રસ્તામાં પડી હોઇ પોતાની કાર નીકળી શકે તેમ ન હોઇ જેથી તેના ચાલકને સાઇડમાં ગાડી રાખવાનું કહેતાં તેમાં બેઠેલા શખ્સોએ ગાળાગાળી શરૂ કરી હતી. એ પછી પોતે ઘર તરફ જવા નીકળ્યા ત્યારે સ્કોર્પિયો પાછળ આવી હતી અને ગંજીવાડા-૩૧ના ખુણે કારને આંતરી સાતેક શખ્સોએ ઉતરી કડાથી અને ઢીકાપાટુનો માર મારી સોનાના ચેઇનની લૂંટ કરી હતી અને ભાગી ગયા હતાં.

આ ગુનામાં પી.આઇ. એસ. એન. ગડુએ તાકીદે આરોપીઓને શોધી કાઢવા સુચના આપતાં ટીમ કામે લાગી હતી. દરમિયાન કોન્સ. નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ અને દિપકભાઇને મળેલી ચોક્કસ બાતમી પરથી વિજય નવલસિંહ ડાભી (રજપૂત) (ઉ.૨૦-રહે. ખોડિયારનગર-૭, ૧૫૦ રીંગ રોડ), કાળુ લાલજીભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૨-રહે. યુવરાજનગર, આજીડેમ પાસે) તથા જલા ઉર્ફ જલો રામાભાઇ સોંડલા (ભરવાડ) (ઉ.૨૨-રહે. સાગરનગર-૫, યાર્ડ પાછળ)ને પકડી લઇ જીજે૩કેએચ-૦૦૦૧ નંબરની સ્કોર્પિયો કબ્જે લીધી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી બી. બી. રાઠોડે ધાડનો ગુનો તાકીદે ડિટેકટ કરવા સુચના આપતાં પી.આઇ. ગડુની રાહબરીમાં પીએસઆઇ કોટવાલ, હેડકોન્સ. મુકેશભાઇ, ભુપતભાઇ, નરસંગભાઇ, નિશાંતભાઇ, મહેશભાઇ, વિજય મેતા, વિજય મકવાણા, દિપકભાઇ સહિતે આ કામગીરી કરી હતી. બીજા શખ્સની શોધખોળ થઇ રહી છે. પકડાયેલા ત્રણેય છુટક મજૂરી કરે છે. જલો ભરવાડ તેના મિત્રની સ્કોર્પિયો માંગીને લાવ્યો હતો.

(4:10 pm IST)
  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST