News of Friday, 10th August 2018

હદપાર કરાયેલા ૧૫ ઝડપાયાઃ ૭ મહિલા પણ સામેલ

દારૂ-જુગાર બાદ હવે હદપારને પકડવા માટે પોલીસની ડ્રાઇવ

રાજકોટ તા.૧૦: શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ચોરી,લૂંટ, હત્યાનો પ્રયાસ અને દારૂના ગુનામાં શખ્સોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા રાખવામાં આવેલી ડ્રાઇવમાં હદપારીનો ભંગ કરનાર સાત મહિલાઓ સહિત ૧૫ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રાવતની સુચનાથી શહેરમાં જુદા-જુદા ચોરી, લૂંટ, હત્યાનો પ્રયાસ તથા દારૂના ગુનામાં હદપાર કરાયેલાા શખ્સોને ચેક કરવા માટેની ગઇકાલે ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં એ ડિવીઝન પોલીસે ભવાનીનગર શેરીનં. ૪માં રહેતો જીજ્ઞેશ ઉર્ફે પપ્પુ ભગવાનજી ગોહેલ(ઉ.વ.૩૩), બી ડિવીઝન પોલીસે સંતકબીર રોડ ભગીરથ સોસાયટી-પમાંથી સંદીપ ગોપાલભાઇ વાઘેલા (ઉ.વ.૩૫), તથા કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર રૂડા ટ્રાન્સપોર્ટ નગર ઝુંપડામાં રહેતી શારદા ગેલાભાઇ જખાણીયા (ઉવ.૩૦), માવુ વકુભાઇ જખાણીયા (ઉ.વ.૨૮), સવીતા વિરમભાઇ જખાણીયા (ઉ.વ.૩૧), મંજુ રણછોડભાઇ જખાણીયા (ઉ.વ.૫૧), તથા આજીડેમ પોલીસે ગોંડલ રોડ ગુલાબનગર મફતીયા પરાની જમીલા આમદભાઇ લુલીયા (ઉ.વ.૪૦), માલવીયા નગર પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ, કે.કે.વી. હોલ પાછળ સિધ્ધાર્થનગર, મફતીયાપરાનો રાજુ ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૪૦), નહેરૂનગર રામવિહાર શેરીનં. ૧ની રમા તુલશીભાઇ ઝરીયા (ઉ.વ.૩૬), શ્રીનાથજી સોસાયટી શેરીનં. ૧નો જયદીપસિંહ અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ જાડેજા (ઉ.વ.૨૨) અને ગાંંધીગ્રામ પોલીસે જામનગર રોડ ઘંટેશ્વર સાવરીયા કવાર્ટર નં. ૧૨૪૯નો વનરાજ ઉર્ફે વિશાલ ભગુભાઇ રાઠોડ (ઉ.વ.૨૭), રૈયાધાર મફતીયાપરા રૂષીવાટીકા પાછળ રહેતી પુનમ વિરમભાઇ વાજેલીયા (ઉ.વ.૨૫), તથા યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ કીડની હોસ્પિટલ પાછળ શાંતિનગર મફતીયાપરા ઝુંપડામાંથી વસંત બટુકભાઇ મકવાણા (ઉ.વ.૪૫), તેમજ ક્રાઇંમ બ્રાંચે રૈયા રોડ છોટુનગર મફતીયાપરામાંથી બાબુ ભનુભાઇ ઉર્ફે ભનાભાઇ અધારીયા (ઉ.વ.૩૭), અને જંગલેશ્વર આર.એમ. સી કવાટર બ્લોક નં. ૬, કવાટરનં. ૬૩માં રહેતો સલીમ ઉર્ફે ગધ્ધો જુમાભાઇ માલાણી (ઉ.વ.૩૨) ને હદપારીના હુકમના ભંગ બદલ અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

(4:08 pm IST)
  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST