Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ચેક રિટર્નના નીચેની કોર્ટ ખાસ આરોપીને થયેલ સજા અને દંડના હુકમને કાયમ રાખતી સેસન્સ કોર્ટ

રાજકોટ, તા. ૧૦ : સુરત નિવાસી આદીલ ઉસ્માન મેમણ તે આદીલ ઇમ્પેક્ષના પ્રોપરાઇટર ઠે. કોહીનુર ટેક્ષટાઇલ્સ માર્કેટ, રીંગ રોડ, સુરતનાને ચેક ડિસઓનરના કેસમાં રાજકોટના એેડી. ચીફ જયુ. મેજી.એ ફરમાવેલ દંડ અને સજાના હુકમને સેસન્સ કોર્ટે કાયમ રાખેલ છે.

અપીલની વિગતો અનુસાર રાજકોટના રહીશ હરીશકુમાર ગંગારામ તીર્થવાણી તે ઓમ સારીઝના પ્રોપરાઇટર, ઠે. પ્રહલાદ સીનેમા સામે, લાખાજીરાજ રોડ, રાજકોટનાએ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી.ની નેગોશીયેબલ કોર્ટમાં કુલ ૭ ચેક ડિસઓનર સબબ અલગ અલગ સાત ફરીયાદ દાખલ કરેલ. જેમાં તા. ર૮/૧૦/૧પના રોજ એડી. ચીફ જયુ. મેજી.એ આદીલ ઉસ્માન મેમણ તે આદિલ ઇમ્પેક્ષના પ્રોપરાઇટરને ચેક જેટલી રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને પ્રત્યેક કેસમાં નવ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો. મુળ ફરીયાદની વિગતો મુજબ, ઉપરોકત ઉલ્લેખેલ પાંચેય કેસની મુળ વિગતો મુજબ ફરીયાદી હરેશકુમાર ગંગારામ તીર્થવાણી કે જે ઓમ સારીઝના પ્રોપરાઇટર છે તેને ત્યાં આરોપીના ભાઇ ઇરફાન ઉસ્માન મેમણએ રેહાન ઇન્ટરનેશનલના નામથી ખાતુ પડાવી સને ર૦૧૧ના એપ્રિલથી જુન મહીના દરમ્યાન રૂ. ૧૪,૯૧,૯૯૦/ની ખરીદી કરેલ અને તે રકમની ભરપાઇ કરવા એકસીસ બેન્ક લી.ના અલગ અલગ રકમોના ચેકસ ઇન્સ્યુ કરી, ફરીયાદીને આપેલ. જે તે ચેકસ વસુલાત માટે બેન્કમાં રજૂ રાખતા તમામ ચેક વગર સ્વીકારાયેલ પરત કરફેલ અને આરોપીને ડિમાન્ડ નોટીસ પાઠવવા છતાં ડિસઓનર થયેલ ચેકની રકમ ચૂકવવામાં આવેલ નહીં. જેથી રાજકોટ કોર્ટમાં આરોપી સામે કુલ ૭ ફરીયાદ દાખલ કરવામાં આવેલ. જેમાં જે તે સમયના પ્રીસાઇન્ડીંગ ઓફીસર આસોડીયા મેડમે ફરીયાદીનો કેસ સાબીત માની આરોપી વિરૂદ્ધ કેસ મુલવી જેલસજા તથા ચેક મુજબની રકમ ફરીયાદીને ચુકવવા આદેશ કરેલ. આ હુકમ સામે આરોપી આદીલ ઉસ્માન મેમણએ સેસન્સ કોર્ટમાં અલગ અલગ અપીલો કરેલ. તેમાંની બે અપીલ પ્રીન્સીપાલ સેસન્સ જજ આર.કે. દેસાઇ એ નિર્ણીત કરેલ છે અને એડી. ચીફ જયુ. મેજી.નો નીચેની અદાલતનો દંડ અને સજાનો હુકમ કાયમ રાખેલ છે.

આ કામમાં ફરીયાદી હરીશકુમાર ગંગારામ તીર્થવાણી વતી નીચેની અદાલતમાં તથા અપીલમાં વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ, વિપુલ આર. સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલા છે.

(4:07 pm IST)
  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST