Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

એપાર્ટમેન્ટમાં CCTVકેમેરા ફીટ કરતી વખતે કરંટ લાગતા સંદીપ વસાણીનું મોત

કાલાવડ રોડ પર પ્રાઇડ કોપોરેટ એપાર્ટમેન્ટમાં બનાવ

રાજકોટ, તા.૧૦: કાલાવડ રોડ પર ખેતલા આપા ટીસ્ટોલની બાજુમાં નવા બનતા બીલ્ડીંગમાં સીસીટીવી કેમેરા ફીટ કરતી વખતે કરંટ લાગતા યુવાનનું મોત નિયન્યુ હતું.

મળતી વિગત મુજબ ભાવનગરના સણોસરા હાલમાં રાજકોટ માયાણી ચોક વિશ્વનગર-૩માં રહેતો સંદીપ હિંમતભાઇ વસાણી(ઉ.વ ૨૧)ગઇકાલે કાલાવડ રોડ પર ખેતલા આપા ટી સ્ટોલની બાજુમાં નવા બનતા પ્રાઇડ કોપોરેટ નામના બીલ્ડીંગમાં સીસીટીવી કેમેરા ફીટ કરતો હતો. ત્યારે વીવકરંટ લાગતા તેને બેભાન હાલતામાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિયજયું હતું. બનાવની જાણ એએસઆઇ કે.આર.કાનાબાર અને રાઇટર કિંમતભાઇએ કાર્યવાહી કરી હતી.

(4:07 pm IST)
  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST