Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

શિવઉત્સવઃ પૂજા, અર્ચના અને શ્રધ્ધાનો નવો સંગમ રચાશે

શિવાલયોમાં આમંત્રણ પત્રીકા અપાઈઃ ઈન્દ્રનિલભાઈ રાજયગુરૂ અને તેની ટીમનું રેસકોર્ષ ખાતે આયોજન :રવિવારે શિવધામમાં મંગળા આરતી- મહારૂદ્ર યજ્ઞ બાદ દર્શનાર્થે ખુલ્લા મુકાશેઃ મહામૃત્યુંજય મંત્રો, સંધ્યા આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમોઃ ભાવિકોને જાહેર આમંત્રણ

રાજકોટ,તા.૧૦: શહેરના રેસકોર્ષના મેદાનમાં તા.૧૨ થી ૨૦ સુધી શિવ ઉત્સવનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. શિવ ઉત્સવમાં સાંસ્કૃતિ કાર્યક્રમ, મહાઆરતી, મહાયજ્ઞ તથા સમસ્ત સમાજને સાથે રાખી ધાર્મિકત ઉત્સવ ઉજવાશે તેમ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજગુરૂએ કહ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમની વિગતો આપતા ઈન્દ્રનીલભાઈએ વુધમાં કહ્યું હતું કે રાજકોટમાં લોકો ઉત્સવ પ્રેમી છે. સંગીત શૌખીન છે માટે લોકોને ગમતા કાર્યક્રમ આપ્યા છે. મનોરંજ અને ધાર્મિક કાર્યક્રમો થકી લોકોના ચહેરા પર સ્મિત અને આનંદ જોવા મળે તેવા પ્રયાસો કર્યા છે. ગીત સંગીત, હસાયરો, લોક ડાયરો, ચિત્રસ્પર્ધા જેવા કાર્યક્રમ પછી શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં નવ દિવસ સુધી શિવ આરધનાનું આયોજન ઘડી કાઢ્યું છે.

રૂદ્રાક્ષથી બનેલા ૨૫ ફૂટના ઉંચા શિવલિંગની રેસકોર્ષમાં સ્થાપના કરાશે. રૂદ્રાક્ષના શિવલિંગના દર્શન કરવાનો અમુલ્ય લ્હાવો બની રહેશે. તે માટે અલગ- અલગ કાર્યક્રમો કરાશે, શિવ વંદના,  શિવ આરાધના, શિવ સ્તુતિમાં તમામ સમાજને જોડાશે. દરરોજ અલગ- અલગ સમાજના લોકો શિવ આરાધના કરશે. જેમાં મહાઆરતી, મહાયજ્ઞનો સમાવેશ કરાયો છે. રેસકોર્ષના મેદાનમાં યોજાનાર શિવ ઉત્સવમાં ક્ષત્રીય સમાજ, રાજપૂત સમાજ, ગુર્જર કડિયા સમાજ, કોળી સમાજ, બ્રહ્મ સમાજ, આહીર સમાજ, કાઠી ક્ષત્રીય સમાજ, માલધારી સમાજ, બારોટ સમાજ, મહારાષ્ટ્રીયન સમાજ, ધોબી સમાજ, હિન્દી સમાજ, શીખ સમાજ, સાઉથ ઈન્ડીયન સમાજ, બંગાળી સમાજ, રઘુવંશી સમાજ, પાટીદાર સમાજ, સોની સમાજ, સિંધી સમાજ, વિશ્વકર્મા સમાજ, પ્રજાપતિ સમાજ, દરજી સમાજ, મોચી સમાજ વિ.સમાજ જોડાશે. દરેક વર્ગના લોકને જાગનાથ મહાદેવ મંદિરના પટાંગણમાંથી જાગનાથ મહાદેવ મંદિરના મહંત પૂ.અરૃંધતીદાસના હસ્તે પ્રસ્થાન કરાવેલ હતું. આમંત્રણ યાત્રા રાજકોટના પ્રસિદ્ધ મહાદેવ મંદિરો રામનાથ મહાદેવ (ગ્રામદેવ), પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, પશુપતિનાથ, ધારેશ્વર મહાદેવ, અમરનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ અને અંતિમ આમંત્રણ પુષ્કરનાથ મહાદેવ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. આ તકે ભાવેશભાઈ બોરીચા, કમલેશભાઈ સાંગાણી, અભિશેકભાઈ તાળા, ચિરાગભાઈ જસાણી, હેમંતભાઈ વીરડા, મનુભાઈ કોટક, ગુણવંતભાઈ ભરાડ, બીપીનભાઈ મહેતા, કાર્તિકભાઈ શાહ, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી, યજ્ઞેશભાઈ દવે, ચાંદ્રાણીભાઈ, ઘેલાણીભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

શિવઉત્સવના દરરોજ સવારે ૭ થી રાત્રેના ૧૨ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. જયારે સાંજે સમસ્ત સમાજ દ્વારા અલગ- અલગ સમાજના લોકો મહાઆરતી કરશે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. શ્રાવણ માસની શરૂઆત શ્રાવણી રવિવારથી થવાની છે અને મહાઆરતીથી શરૂ અને બીજા સોમવારની મહાઆરતીથી પૂરો થતો આ શિવ ઉત્સવ એક અદભૂત એકતાના દર્શન સમાન બની રહેશે.

તા.૧૨ને રવિવારથી શિવધામ (રેસકોર્ષ)માં સવારે ૭:૩૦ કલાકે મંગળા આરતી બાદ મહારૂદ્ર યજ્ઞથી દર્શનઅર્થે ખુલ્લો રહેશે તેમજ સાંજે ૫ થી ૭ મહા મૃત્યુંજય મંત્રો અને ત્યાર બાદ સંધ્યાની આરતી રાત્રે ૯ થી અદ્દભુત સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ થશે. ભાવિકજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(4:05 pm IST)