News of Friday, 10th August 2018

કાલે વિજય પ્લોટમાં રાજભા ગઢવી રમઝટ બોલાવશે

સવારે ચિત્ર હરિફાઇ : રાત્રે રામનાથ મહાદેવ મંદિરે મહાઆરતી : શહેરીજનોને : કાર્યક્રમમાં ઉમટી પડવા ઉદય કાનગડ, આશિષ વાગડિયા તથા રૂપાબેન શીલુનો અનુરોધ

રાજકોટ તા. ૧૦ : મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની ૨૦૧૮ની ઉજવણીના ભાગ રૂપે વોર્ડ નં.૭ ખાતે કરવામાં આવેલ હોય જેના ભાગરૂપે આવતીકાલે તા.૧૧ના રોજ સવારે ૮ કલાકે કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક, પાસે ચિત્ર હરીફાઈનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય સાંસદ મોહનભાઈ કુંડારીયાના તેમજ સાંજે ૭.૩૦ કલાકે રામનાથ મહાદેવ મંદિર, રામનાથપરા ખાતે,  રામનાથ મહાદેવની મહાઆરતી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા વિજય પ્લોટ શેરી નં-૩ કોર્નર, વિજય પ્લોટ મેઈન રોડ ખાતે, રાત્રે ૯ કલાકે ભવ્ય લોકડાયરાનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉમટી પડવા સ્ટેન્ડિંગ કમિટીના ચરમેન ઉદયભાઈ કાનગડ તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડિયા, શીશુ કલ્યાણ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ અનુરોધ કરેલ છે.

આ તમામ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. આ તમામ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીયમંત્રી ભાનુબેન બાબરિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી,  વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પુનીતાબેન પારેખ, પુર્વ કોર્પોરેટર ભગવાનજીભાઈ ચાવડા, પુર્વ પ્રમુખ જયેન્દ્રભાઈ ગોહેલ, ભાજપ અગ્રણી દિનેશભાઈ પારેખ, પ્રખર ધારાશાસ્ત્રી તરુણભાઈ કોઠારી, સમાજ અગ્રણી વ્યોમેશભાઈ દેસાઈ, રાજેશભાઈ કોટક, કોટક સ્કુલના ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કર, ભાજપ અગ્રણી મનુભાઈ ગોહેલ, ઈમત્યાઝભાઈ ખાખેર, પુર્વ કોર્પોરેટર રમેશભાઈ સિંધવ, પી.ડી. જોષી, રણજીતભાઈ ડોડીયા, ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા, વેપારી અગ્રણી ગુણવંતભાઈ મઢવી, ભાજપ અગ્રણી અરવિંદભાઈ ભાવસાર, એડવોકેટ વાસુદેવભાઈ પંડયા, ભાજપ અગ્રણી કાળુભાઈ ઓડ, સુખાભાઈ બારૈયા, દિનેશભાઈ સોલંકી, લોધા સમાજ અગ્રણી ભલુભાઈ લોધા, રાજપૂત સમાજ પ્રમુખ અરૂણભાઈ સોલંકી, સુરેશભાઈ પરમાર, ભાજપ અગ્રણી પથુભા ડોડીયા, રણજીતભાઈ ચૌહાણ, બહાદુરભાઈ ગોહેલ, મનોજભાઈ ડોડીયા, મયંકભાઈ પાઉં, નારાયણભાઈ ડાભી  વિગેરે ઉપસ્થિત રહેશે.

(4:04 pm IST)
  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST