Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

કારોબારી સંદર્ભે હાઇકોર્ટનો ચૂકાદો,અર્થઘટનનું કોકડુ ગૂંચવાયેલ

રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવાદ યથાવત

રાજકોટ, તા. ૧૦ : જિલ્લા પંચાયતની છેલ્લી કારોબારી સમિતિની કાર્યવાહીનો મામલો હાઇકોર્ટમાં ગયેલ તેનો ગઇકાલે આદેશ આવ્યો છે, પરંતુ તેના અર્થઘટન બાબતે વિભિન્ન મત ઉભા થતાં સ્પષ્ટતા માટે લેખિત આદેશની રાહ જોવી પડશે.

એક જુથ એવું કહે છે કે હાઇકોર્ટે છેલ્લી કારોબારીની કાર્યવાહીને બહાલી આપી છે. સામાન્ય સભાની બહાલી અગાઉથી જ મળી ગઇ હતી. બીજુ જુથ એવું કહે છે કે, હાઇકોર્ટ સામાન્ય સભાની મંજુરી મેળવવાની શરત મૂકી છે. આગળની સુનાવણી ૬ સપ્ટેમ્બરે રાખી છે જો કેસ પૂરો થઇ ગયો હોય તો આગળની સુનાવણીની તારીખ શા માટે આવે ?

પંચાયતના વહીવટી વર્તુળોએ એવું જણાવેલ કે હાઇકોર્ટના આદેશની નકલ મળે પછી વાંચીને તેનું અર્થઘટન જાણી શકાશે. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જવાની ધારણા છે.(૮.૧૧)

(3:51 pm IST)