News of Friday, 10th August 2018

રાજકોટ સંસદીય ક્ષેત્રમાં માહિતીની ઝડપી આપ-લે માટે ભાજપનું કોલ સેન્ટર ખૂલ્લુ મૂકતા નરહરિ અમીન

રાજકોટ જિલ્લા ભાજપના ફોન સેવા કેન્દ્રનો પ્રારંભ નરહરિ અમીનના હસ્તે થયેલ તે પ્રસંગની તસ્વીર.

 

રાજકોટ, તા. ૧૦ : જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ લોકસભા જીલ્લાના મતવિસ્તારો અને કાર્યકર્તા સોશ્યલ મીડિયા થકી માહિતીની ઝડપી આપ-લે કરી શકે તે માટે થઇ રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષશ્રી ડી.કે. સખીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જીલ્લાના લોકસભાના પ્રભારી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નરહરિભાઇ અમીનના હસ્તે લોકસભા કોલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમ અરૂણ નિર્મળ જણાવે છે.

આ તકે રાજકોટ લોકસભાના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, શ્રીમતી અમીબેન પરીખ, પ્રદીપભાઇ ખીમાણી તેમજ રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુબેન મેતા, ૭૧ રાજકોટ ગ્રામ્ય ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા અને જીલ્લા આઇ.ટી. ઇન્ચાર્જ હિરેનભાઇ જોશી હાજર રહ્યા હતાં.

આ તકે નરહરિભાઇ અમીને આઇ.ટી. ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ લોકસભા ચૂંટણી અંતર્ગત કોલ સેન્ટર શરૂ થયેલ છે  તે આવકારદાયક છે. કોલ સેન્ટરથી મતદારો સાથે તેમજ કાર્યકર્તાઓ સાથે સરકારની યોજનાઓનો ઝડપી પ્રચાર-પ્રસાર થઇ શકે છે.

આ તકે ડી.કે. સખીયા તથા ભાનુભાઇ મેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોરબંદર લોકસભા કોલ સેન્ટરનો શુક્રવારે વિધિવત પ્રારંભ કરવામાં આવશે. બન્ને લોકસભા કોલ સેન્ટરના જીલ્લા આઇ.ટી. સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ હિરેનભાઇ જોશીને જવાબદારી સોંપવામાં આવેલ છે. (૮.૧૭)

(3:35 pm IST)
  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST