Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

નો-રીપીટ થિયરી

વિપક્ષી નેતા બની ગયા હોય તેમને ચાન્સ નહિં : કોર્પોરેટરના પ્રતિનિધિઓ માટેની પ્રથા પણ બંધ

રાજકોટ, તા. ૧૦ :. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની વરણી માટે કોંગી નિરીક્ષકોએ આ લખાય છે ત્યારે વન-ટુ-વન સેન્સ લેવાનુ શરૂ કર્યુ છે. કોંગી સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ નો-રીપીટ થિયરી અમલમાં મુકવાનું ટોચની નેતાગીરીએ નિર્ણય લીધો હોવાનું મનાય છે એટલે કે અગાઉ વિપક્ષી નેતાનો હોદ્દો ભોગવી ચૂકેલાઓને ફરીથી વિપક્ષી નેતા બનવાનો ચાન્સ નહિ અપાય. આ ઉપરાંત નગરસેવક વતી સેન્સ માટે પ્રતિનિધિઓને પણ નો-એન્ટ્રી કરી દેવાય છે.

(3:34 pm IST)
  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST