Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અત્યંત 'ગુપ્તતા' સાથે વિપક્ષી નેતાની 'સેન્સ' પ્રક્રિયાનો પ્રારંભ !!

ભાવી શહેર પ્રમુખ મનાતા પ્રદિપ ત્રિવેદીની ઓફિસ ખાતે બપોરના ૪ વાગ્યે કોંગ્રેસનો 'તખ્તો' ફેરવાયો : પ્રદેશ તથા શહેર હોદેદારો, મહિલા કોર્પોરેટરોના 'પતિદેવો' પણ સેન્સ પ્રક્રિયામાંથી રખાયા બાકાત !! : ૧૩-૧૪ અસંતુષ્ટ નગરસેવકો ૪ નામ મુકે તેવી સંભાવના

રાજકોટ, તા. ૧૦ :. કોંગ્રેસ પક્ષની ગતિવિધિઓ તો ભગવાન પણ જાણી શકતા નથી પછી શહેરના કાર્યકરો કયાંથી જાણી શકે...? ૧૩મીએ મનપાનું જનરલ બોર્ડ મળી રહ્યુ છે ત્યારે ગઈકાલે વિપક્ષી નેતા માટેની સેન્સ લેવા કોંગી નિરીક્ષકો આવવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ મુલત્વી રહ્યુ. આજે આવશે અને સેન્સ લેવાશે કે કેમ ? તેનાથી હજુ સુધી મોટાભાગના પ્રદેશ તથા શહેરના હોદેદારો અજાણ છે, પરંતુ અકિલાને મળતા અહેવાલો મુજબ આ લખાય છે ત્યારે ભાવી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદીની આમ્રપાલી ફાટક પાસે આવેલ ઓફિસ ખાતે અત્યંત ગુપ્તતા સાથે સેન્સ કામગીરી શરૂ થઈ ગઈ છે. મહિલા નગરસેવકોના પતિદેવોને પણ કદાચ નો-એન્ટ્રી કરી દેવાયાનું મનાય છે.

લોકસભા ૨૦૧૯ માટે ભાજપે તો કોંગ્રેસી છાવણીમા મોટાપાયે તોડફોડ આદરી લોકસભા ચૂંટણીનો બુંગીયો ફુંકી દીધો છે ત્યારે કોંગ્રેસ હજુ જુથબંધી અને નિષ્ક્રીયતામાં જ વ્યસ્ત છે.

છેલ્લા કેટલાય સમયથી શહેર કોંગ્રેસ પ્રમુખ તથા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની નિમણૂક માટે કોઈ નિર્ણય ન કરી શકતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં બધુ ગોકળગાય ગતિએ ચાલી રહ્યુ છે.

વિરોધ પક્ષના નેતા માટે કોંગ્રેસી કોર્પોરેટરોની 'સેન્સ' લેવા ગઈકાલે કોંગી નિરીક્ષક ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભીખુભાઈ વારોતરીયા અને ભાવનગરના પ્રવિણ મારૂ આવવાના હતા પરંતુ ઓચિંતુ મુલત્વી રહ્યુ છે આજે પણ નિરીક્ષકો બિલ્લી પગે શહેરમાં પ્રવેશીને મીડીયાને કોઈપણ જાતની આગોતરી જાણ કે ખબર ન પડે તેમ કોંગી અગ્રણી પ્રદિપભાઈ ત્રિવેદીની ઓફિસ ખાતે માત્રને માત્ર કોંગ્રેસી કોર્પોરેટરોને જ જાણ કરી સેન્સ માટે બોલાવ્યાનું જાણવા મળે છે.

શહેર કોંગ્રેસના જાણકાર વર્તુળોમાંથી મળતા અહેવાલો મુજબ શહેરમાં પ્રદેશ સમિતિના ચાર હોદેદારો ડો. હેમાંગ વસાવડા, ડી.પી. મકવાણા, નિલેશભાઈ તથા મંત્રી મહેશ રાજપૂત છે. જો કે મહેશ રાજપૂત કાર્યકારી પ્રમુખ પણ છે એટલે તેમને જાણકારી આપવી ફરજીયાત હતી એટલે કદાચ એમને ખબર છે બાકીના હોદેદારો નિરીક્ષકોની મુલાકાતમાં છેક સુધી અજાણ હોવાનું મનાય છે.

દરમ્યાન એક એવી પણ ચર્ચા જાગી છે કે, ત્રણેય નિરીક્ષકોએ માત્રને માત્ર નગરસેવકોને જ બોલાવ્યા છે એવુ કહેવાય છે કે નગરસેવકોને એકલા જ આવવાનું અને પતિદેવોને પણ 'નો-એન્ટ્રી' હોવાનું ચર્ચાય છે.

આ લખાય છે ત્યારે શહેરના ભાવી પ્રમુખ તરીકે જેમની વરણી નિશ્ચિત મનાય છે તેવા પ્રદિપભાઈ ત્રિવેદીની ઓફિસમાં હાલ તો કોંગ્રેસનો માચડો ફેરવાયો છે અને વિપક્ષી નેતાની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

(3:33 pm IST)
  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST