Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ગોરસ લોકમેળોઃ રમકડા-ખાણીપીણીમાં તંત્રને અધધધ આવકઃ અપસેટ કરતા ૪થી પ ગણી રકમ આવી

કોર્નર રમકડામાં ૩ર સ્ટોલની ર૦ લાખ ૪૦ હજારની આવકઃ ૪૬ હજારથી ૮૦ હજાર સુધીની બોલી બોલાઇ... : મોટી ખાણીપીણીમાં ર સ્ટોલ વેચાયાઃ ૪ાા લાખનો વરસાદઃ આજથી જ રીફંડ આપવાનું શરૂ કરાયું : બપોરે ૧ર વાગ્યાથી યાંત્રીકના ૪૪ સ્ટોલની હરરાજી શરૃઃ બપોર બાદ ખાણીપીણીના ત્રણ પ્લોટ તથા ચકરડીના ૭ પ્લોટ માટે હરરાજી

રાજકોટ તા. ૯ :.. કલેકટર તંત્ર દ્વારા તા. ૧ લી સપ્ટેમ્બરથી યોજાનારા ગોરસ લોકમેળા અંગે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે, ગઇકાલે રમકડાના ૧૭૮ સ્ટોલનો ડ્રો બાદ બપોર પછી રમકડા કોર્નરના ૩ર સ્ટોલની હરરાજી થઇ હતી અને તેમાં તંત્રને આ ૩ર સ્ટોલમાં જબરી તોતીંગ-અધધધ આવક થયાનું જાણવા મળ્યું હતું.

સુત્રોએ ઉમેર્યુ હતું કે, કોર્નર રમકડાના સ્ટોલની અપસેટ પ્રાઇઝ ૧૮ હજાર સામે ૩ર સ્ટોલના થઇને ર૦ લાખ ૪૦ હજાર આવ્યા છે, ઓછામાં ઓછી ૪૬ હજાર તો વધુમાં વધુ ૮૦ હજારની હરરાજી બોલાઇ ગઇ હતી બાકીના સ્ટોલની હરરાજીમાં પ૦, ૬૦, ૭૦, ૭પ, ૭ર, ૭૩ હજાર જેવી રકમ આવી હતી, તંત્રને અપસેટ પ્રાઇઝની ૧૪ાા થી ૧પ લાખ વધુ ઉપજયા હતાં.

આ ઉપરાંત મોટી ખાણીપીણીના પ સ્ટોલની હરરાજી હાથ ધરાઇ હતી, તેમાં આઇસ્ક્રીમના ચોકઠા નજીક જ ત્રણ સ્ટોલ હોય તેમાં કોઇ આગળ આવ્યુ ન હતું. પણ બે સ્ટોલની જબરી કિંમત ઉપજી હતી જેમાં એકમાં ૧ લાખ ૮૦ હજાર તો બીજામાં બે લાખ ૬૦ હજાર આવ્યા હતાં.

બંને હરરાજીમાં તંત્રને અપસેટ પ્રાઇઝ કરતા ૪ થી પ ગણી જબરી આવક થઇ છે, ગયા વર્ષ કરતા પણ આવક વધશે તેમ સુત્રોએ દાવો કર્યો હતો.

દરમિયાન જેમને સ્ટોલ નથી લાગ્યા તે તમામને આજથી જ રીફંડ આપવાનું શરૂ કરી દેવાયું છે, આજે બપોરે ૧ર વાગ્યાથી યાંત્રિકના ૪૪ પ્લોટની હરરાજી થઇ છે તેમાં પણ તંત્રને ૭૦ થી ૮૦ લાખની આવક થશે, ત્યારબાદ મોટી ખાણીપીણીના ૩ સ્ટોલ, ચકરડીના ૭ સ્ટોલની હરરાજી થશે, દરેક સ્ટોલ માલીકને ફોટોવાળુ ઓળખપત્ર કાર્ડ અપાશે, બારોબાર સ્ટોલ વેચાઇ નો જાય, તંત્રે મેળા અંગે યુધ્ધના ધોરણે તૈયારી શરૂ કરી છે, સીટી પ્રાંત-૧ શ્રી પટેલના માર્ગદર્શન હેઠળ શીરેસ્તેદાર રાણા લાવડીયા, પરમાર વિગેરે કાર્યવાહી કરી રહ્યા છે. (પ-ર૪)

(3:35 pm IST)