Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મ્યુ. કોર્પોરેશનની લાયબ્રેરી દ્વારા કાલે સવારે લઘુનાટિકા 'મંદોદરીનો' ઓનલાઇન શો

વર્ષા અડાલજા લિખીત આ નાટિકાને દતોપંત ઠેંગડી પુસ્તકાલયના ફેસબુક પેજ પર માણવા તંત્રનું નિમંત્રણ

રાજકોટ તા. ૧૧ : પરિવર્તન જીવનનો એક ભાગ છે, પ્રત્યેક પરિવર્તન રંગભૂમિ માટે હંમેશા પડકાર રૂપ રહ્યું છે. અને તમામ સંધર્ષો બાદ રંગકર્મીઓના જોમ અને જુસ્સાથી રંગભૂમિ હંમેશા અડગ રહી છે. કોરોનાના આ કપરા કાળમાં નાટ્ય મંચન માટે અનેક મુશ્કેલીઓ આવી પડી છે. ત્યારે, રાજકોટ મહાનગરપાલિકા, બાબુભાઇ વૈધ લાઇબ્રેરી અને કલા દર્પણ પ્રસ્તુત કરે છે. દત્તોપંત ઠેંગડી પુસ્તકાલયના ફેસબુક પેજ પર લાઇવ સ્ટ્રીમિંગના માધ્યમથી લઘુનાટીકાનું મંચન કરવામાં આવશે.

રસ ધરાવતા નાગરીકોએ દત્ત્।ોપંત ઠેંગડી પુસ્તકાલયના ફેસબુક પેજ પર લાઇવ આ લઘુ નાટીકા માણવા નિમંત્રીત કરવામાંઙ્ગ આવે છે.ઙ્ગ

ઇતિહાસના પાને ઓછી અંકાયેલી, ચૌસરની નિમાર્ત્રીની વ્યથા દર્શાવતી,વર્ષા અડાલજા લિખિત અને આસિફ અજમેરી દિગ્દર્શિત લધુનાટિકા – મંદોદરીમાં મેઘા વિઠલાણી, ધારેશ શુકલ, પાયલ રાઠોડ, શંકર સિંગ વગેરે રંગમંચ કલાકારો અભિનયના ઓજસ પાથરશે. સંગીત સંચાલન : શૈલી ગોડાનું છે, કેમેરામેન : મિલન જાજલ, પ્રકાશ સંચાલન : આસિફ અજમેરી કરશે. https://www. facebook.com/admin. rmc તા. ૧૨, જુલાઇ, ૨૦૨૦ રવિવારઙ્ગસવારે ૧૧.૦૦ કલાકેઙ્ગઆ નાટયનું મંચન થશે. જેને અચુક માણવા અનુરોધ નાયબ કમિશ્નર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

(4:10 pm IST)