Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સિવિલ હોસ્પિટલમાં કોરોના વધુ એક જીવ ભરખી ગયોઃ સરધાર હરિપરના વૃધ્ધનું મોત : આજના દિવસનું ચોથું મોત

રાજકોટના હુંબલ પરિવારને ત્યાં અંતિમવિધીની ધાર્મિક વિધીમાં પાઠ પુરવામાં હાજરી આપી હતી

રાજકોટઃ કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છેઃ થોડા દિવસ પહેલા રાજકોટ દિપ્તીનગરમાં હુંબલ પરિવારને ત્યાં  અંતિમવિધિમાં પચાસથી વધુ લોકો હાજર રહ્યા હતાં: જેમાં ૧૩નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોઃ એ પૈકીના સરધારના હરિપરના બાવાજી વૃધ્ધ ભવાનીદાસ જાનકીદાસ ગોંડલીયા (ઉ.વ.૬૦)નો રિપોર્ટ પણ ગઇકાલે પોઝિટિવ જાહેર થતાં રાજકોટ કોવિડમાં ખસેડાયા હતાં: અહિ આજે બપોરે મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. 

 

(3:40 pm IST)
  • ટોસીલીઝુમાબ ઇન્જેકશન કૌભાંડ મામલે સુરતની મે. સાર્થક ફાર્મા અને અમદાવાદની મે. ન્યુ શાંતિ મેડિસીન કંપની સહિત 7 સામે ગુનો દાખલ : પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા access_time 5:44 pm IST

  • કાશ્મીર સરહદે લશ્કરને હાઈએલર્ટ ઉપર મુકી દીધું : જમ્મુ- કાશ્મીરના નૌશેરા સેકટર અને ભીમબેર ગલીમાં ત્રાસવાદી ટેરર લોન્ચ પેડ તરફથી ભારતીય લશ્કર વિરૂદ્ધ પાકિસ્તાન દ્વારા બેટ (બોર્ડર એકશન ટીમ) દ્વારા હુમલાનો પ્લાન ઘડાયાના જાસુસી ઈનપુટના પગલે ભારતીય લશ્કર હાઈએલર્ટ ઉપર મુકાયું છે access_time 6:02 pm IST

  • પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે કોંગ્રેસે શરુ કર્યું અભિયાન : રાહુલ ગાંધીએ પણ વીડિયો ટ્વિટ કરીને કહ્યું UGCએ વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવો જોઈએ અને કોરોના કાળમાં પરીક્ષા રદ્દ કરવી જોઈએ : વિદ્યાર્થીઓને તેના આગલા પ્રદર્શનના આધારે પરીક્ષા લીધા વગર પાસ કરવા જોઈએ access_time 8:39 pm IST