Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વાહન ફિટનેશ રિન્યુઅલની કામગીરી અંતર્ગત સોમવારથી પાંચ દિ' મોરબી રોડ પર કેમ્પ

છેલ્લા આંકડા ધરાવતા વાહન ચાલકોએ તારીખ મુજબ હાજર રહેવું

રાજકોટઃ મોટરીંગ પબ્લીકના વાહનોના ફીટનેશની કામગીરી વાહનવ્યહાર કમિશ્નરશ્રી ગાંધીનગરની સુચનાનુસાર કેમ્પમાં જ કરવા જણાવાયું છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના મોટરીંગ પબ્લીકે પોતાના વાહનના ફીટનેશની કામગીરી અર્થે આર.ટી.ઓ. કચેરી, રાજકોટ ને બદલે  જુની ડુંગળી માર્કેટનું મેદાન, બેડી ચોકડી પાસે, મોરબી રોડ રાજકોટ ખાતે તા. ૧૩ થી ૧૭ જુલાઇ દરમિયાન સવારે ૧૧ કલાકથી બપોરે ૧૪ કલાક દરમિયાન થનાર ફીટનેશ કામગીરીમાં માત્ર ફીટનેશ રિન્યુઅલની કામગીરી કરાશે. વાહન ફીટનેશની કામગીરી માટે અરજદારે નિયત ફી ઓનલાઇન ભરી જરૂરી દસ્તાવેજો સાથે કેમ્પ ખાતે હાજર રહેવાનું રહેશે.

જેમાં વાહન નંબરના છેલ્લા આંકડા ૧ અને ૨ ધરાવતા વાહનધારકો એ તા.૧૩ના રોજ,  છેલ્લા  આંકડા ૩ અને ૪ ધરાવતા વાહનધારકો એ તા. ૧૪ના રોજ, છેલ્લા આંકડા ૫ અને ૬ ધરાવતા વાહનધારકો એ તા. ૧૫ના રોજ, છેલ્લા આંકડા ૭ અને ૮ ધરાવતા વાહનધારકો એ તા. ૧૬ના રોજ જયારે છેલ્લા આંકડા ૯ અને ૦ ધરાવતા વાહનધારકો એ તા. ૧૭ના  કેમ્પના ઉપર મુજબના સ્થળે અને સમયે આવવાનું રહેશે. જેમકે GJ03XX5૨૦૧ માં છેલ્લો અંક ૧ હોવાથી તા. ૧૩ મી જુલાઇએ જયારે GJ03XX5૨૦૮  માં છેલ્લો અંક ૮ હોવાથી તા. ૧૬મી જુલાઇએ આવવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)
  • બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે તેના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝીટીવ આવ્યો: અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ access_time 11:52 pm IST

  • રાજકોટના એરપોર્ટ રોડ ઉપર હોન્‍ડા સ્‍લીપ થતા એક વ્‍યકિતનું મૃત્‍યુ થયુ access_time 6:05 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણુંક : હાર્દિક પટેલે કહ્યું પાર્ટીને મજબૂત બનાવવા પ્રયાસ કરીશ access_time 8:02 pm IST