Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મવડી રોડ સ્થિત સ્ટાર કોવિડ હોસ્પિટલનો નૂતન અભિગમ, કોરોનાના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓ માટે ઘરે બેઠા સારવાર

અત્યાર સુધીમાં હોસ્પિટલમાં દાખલ થયેલા ૧૦૦ દર્દીઓ પૈકી ૬૭ સાજા થઇને ઘરે ગયા

રાજકોટ તા. ૧૧ : કોવિડ-૧૯ના કેસ વધતા તાજેતરમાં સૌરાષ્ટ્રની પ્રથમ ખાનગી કોવિડ હોસ્પિટલ સ્ટાર હોસ્પિટલમાં ટુંકાગાળામાં ૧૦૦ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. જેમાંથી ૬૭ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. જયેશ ડોબરીયા, ડો. મિલાપ મશરૂના નેતૃત્વમાં મવડી ચોકડી નજીક જુની સહયોગ હોસ્પિટલ હાલ સ્ટાર કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે. રાજકોટ જ નહિ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે સ્ટારમાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સ્ટાર કોવિડ હોસ્પિટલમાં દર્દીઓથી હાઉસફુલ થઇ ગઇ હતી.

જટિલ રોગમાં સફળ સારવાર ઝડપથી કરનાર ડો. જયેશ ડોબરીયા, ડો. મિલાપ મશરૂ, ડો. જીગર પાડલીયા, ડો. વિરલ મોરી, ડો. દર્શન જાનીની ટીમ દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલનો સ્ટાફ ગર્વભેર કહે છે કે સ્ટાર કોવિડ હોસ્પિટલમાં ૧૦૦ દર્દીઓની સારવાર કરી જેમાંથી ૬૭ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. ડોકટરોની ભારે જહેમતને લીધે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

સ્ટાર કોવિડ હોસ્પિટલ કોરોનાના કહેર વચ્ચે નવી સુવિધા ઉપલબ્ધ કરવા જઇ રહી છે. સ્ટાર કોવિડ હોસ્પિટલ દ્વારા સરકારના ધારાધોરણ મુજબ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ કેર સર્વિસ શરૂ થનાર છે. હવે સ્ટાર કોવિડ હોમ કેર સર્વિસ ચાલુ થઇ રહી છે. જેમાં દર્દીને ઘરે જ સારવાર કરવામાં આવશે. બીપી, ડાયાબીટીસ, ઓકિસજનનું પ્રમાણ, ટેમ્પ્રેચર સહિતની સારવાર કરી જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના હાઉથી સામાન્ય લોકો નહિ પરંતુ તબીબો પણ ખૂબ કાળજી રાખતા હતા. આ સંજોગોમાં સ્ટાર હોસ્પિટલ દ્વારા નવી પહેલ કરી સૌરાષ્ટ્ર - કચ્છની પ્રથમ ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો નૂતન અભિગમને હવે અન્ય હોસ્પિટલો દ્વારા પણ અપનાવાઇ રહ્યો છે.

(3:38 pm IST)
  • દાઉદનો સાથીદાર ઝડપાયો:દિલ્હી ક્રાઈમ બ્રાંચે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સહયોગી અનવર ઠાકુરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, તે હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે અને હાલમાં પેરોલ ઉપર છૂટીને ફરાર હતો. access_time 1:05 am IST

  • અમદાવાદ સિવિલના સ્પે.સુપ્રી.ના પૌત્રને વીવીઆઈપી રૂમની સવલત અને સારવાર અપાતા સોશ્યલ મિડીયામાં ભારે ચર્ચાઃ તેમના વોર્ડ તરફ જતી લીફટ બંધ કરાઈઃ ખાનગી સીકયોરીટી ગોઠવ્યાની ચર્ચા access_time 5:48 pm IST

  • ગાંધીનગરમાં શહેર-જીલ્લામાં સાતમ-આઠમના તહેવારોમાં મેળાને મંજુરી નહિઃ કલેકટરનો નિર્ણય access_time 3:34 pm IST