Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

૪ ઓગષ્ટથી યુનિવર્સિટીની પરીક્ષા

વિવિધ વિદ્યાશાખાની ૨૭ પરીક્ષામાં ૧૨૦૦૦ વિદ્યાર્થીઓ કસોટી આપશે

રાજકોટ, તા. ૧૧ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૪ ઓગષ્ટથી વિવિધ વિદ્યાશાખાની ૨૭ પરીક્ષાઓ લેવાના છે.

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા આજે જાહેર થયેલી યાદીમાં જણાવાયુ છે કે તા.૪ ઓગષ્ટથી અલગ અલગ પરીક્ષાઓ યોજાશે. જેમાં ૧૨,૦૦૨ વિદ્યાર્થીઓ કસોટી આપશે.

તા.૪ ઓગષ્ટથી શરૂ થનાર પરીક્ષાઓમાં એમજેએમસી સેમેસ્ટર-૨, પીજીડીએમસી સેકન્ડ સેમેસ્ટર, એમબીએ બેન્કીંગ સેમેસ્ટર-૪, એમબીએ સેમેસ્ટર-૪, એમએ ઓલ સેમેસ્ટર ૪, રેગ્યુલર અને એકસટર્નલ એમકોમ સેમેસ્ટર ૪, રેગ્યુલર અને એકસટર્નલ સહિત ૨૭ પરીક્ષાઓ લેવાશે. સૌથી વધુ વિદ્યાર્થીઓ એમકોમની પરીક્ષામાં નોંધાયા છે. એમકોમ સેમેસ્ટર-૪ રેગ્યુલર અને એકસટર્નલની પરીક્ષા કુલ ૬૬૫૦ અને એમએ ઓલ સેમેસ્ટર-૪ના ૩૬૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

(3:22 pm IST)