Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

હાર્ડવેરની દુકાનો કાલથી સાંજે ૬ પછી બંધ

કોરોના સંક્રમણની ગંભીર સ્થિતી ધ્યાને લઇ હાર્ડવેર વેપારી એસોસીએશનનો સ્વૈચ્છીક નિર્ણય

રાજકોટ,તા. ૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ પરિસ્થિતીમાં હાર્ડવેરના વેપારીઓ નૈતિક જવાબદારી સ્વૈચ્છિક રીતે વ્યવસાય વહેલા બંધ કરે તેવી અપીલ હાર્ડવેર એસો. રાજકોટ દ્વારા કરાઇ છે. કોરોના મહામારીએ પ્રમાણમાં સેફઇ ગણાતા રાજકોટ શહેરને પણ ભરાડામાં લીધુ છે. આપણી બજાર ગીચ હોય, સોશ્યલ ડીસ્ટન્સ જાળવી ન શકાય તેમ હોય અને તેથી સંક્રમણની શકયતા વધી જતી હોય છે. આવા બધા કારણોસર હાર્ડવેર એસોસિએશન રાજકોટ દ્વારા સૌ વેપારી ભાઇઓને અપીલ કરાઇ છે કે વ્યવસાય તા. ૧૨ જુલાઇથી સવારે ૮ થી બપોરે ૬ વાગ્યા સુધી ખુલ્લા રાખી ત્યારબાદ સ્વૈચ્છીક બંધ રાખવી. તેમજ જે કોઇ આ નિયમનું ઉલ્લંઘન કરશે તેમને રૂ. ૫૦૦/- નો દંડ ભરવાનો રહેશે.

અનલોક કરવું એ સરકારની મજબુરી છે. પરંતુ જો આપણી કોઇ મજબુરી ન હોય તો થોડા અઠવાડિયા બહાર નિકળવાનું ટાળીએ બહાર નિકળવાનું બને તો માસ્ક અવશ્ય પહેરવું. તેવી અપીલ પણ હાર્ડવેર વેપારી એસોસિએશન રાજકોટ (મો. ૯૮૭૯૯ ૭૫૭૧૧/ ૯૯૭૯૦ ૧૨૮૭૪) દ્વારા કરાઇ છેે.

(3:21 pm IST)