Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોના મહામારીમાં તંત્રને સહયોગી થવા ચાની હોટલો આજથી ૩ દિવસ બંધ : રાજુ ઠુંગા

રાજકોટ : શહેરમાં કોરોના મહામારીના સંક્રમણને રોકવાના શુભ હેતુથી  અને આ બાબતે તંત્રને સહયોગી થવા માટે આજથી ત્રણ દિવસ માટે ચાની હોટલો સ્વૈચ્છાએ બંધ રાખવા ટી એસોએશને નિર્ણય લીધાનું પ્રમુખ રાજુભાઇ ઠંુગા તથા ઉપપ્રમુખ મુનાભાઇ ચિરોડીયાએ એક યાદીમાં જણાવ્યું છે. આજે તમામ ચાના ધંધાર્થીઓએ શાંતિપૂર્વક પોતાના ધંધા-રોજગાર બંધ રાખી કોરોના મહામારીમા સૌ સરકારની સાથે છે તે દર્શાવ્યું હતું. તસ્વીરમાં ચાની હોટલો બંધ રહી હતી તે નજરે પડે છે તેમજ એસો.ના હોદેદારો રાજુભાઇ ઠુંગા, મુનાભાઇ ચિરોડીયા, જયેશભાઇ ગમારા, રઘુભાઇ ભુવા, કમલેશભાઇ મેવાડા, લાલાભાઇ ગમારા, મંછાભાઇ બાંભવા વગેરે દર્શાય છે. આ તકે તેઓએ જણાવેલ કે બંધની મુદત પૂર્ણ થયા બાદ ચાની હોટલો કોઇને મુશ્કેલી ન થાય તે પ્રકારની તમામ તકેદારીઓ સાથે શરૂ કરી દેવાશે.

(3:18 pm IST)