Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

શહેરમાં મંગળવારથી વધુ ૫ નવી કોવિડ હોસ્પિટલ શરૂ થશે

ન્યુ વીન્ગ, વોકહાર્ટ, ઉદય, કર્મયોગ, એચ.સી.જી. તથા શ્રેયસ સહિતની હોસ્પિટલોમાં ૧૪૮ બેડની સુવિધા વધુ બેડની જરૂર પડશે તો સરકાર પાસેથી મગાવાશે

રાજકોટ તા. ૧૧ : શહેરમાં કોરોના કેસનો વધારો થઇ રહ્યો છે ત્યારે કલેકટર તંત્રએ વધુ નવી ૫ ખાનગી કોવિડ હોસ્પિટલ જાહેર કરાઇ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પ્રભારી સચિવ અને ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, કલેકટર રેમ્યા મોહન, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, ડીડીઓ અનિલ રણાવસીયા તથા કોર્પોરેટ તથા પ્રાઇવેટ હોસ્પિટલના સંચાલકો સાથે આજે આ મિટીંગમાં (૧) ન્યુ વીન્ગ વોકહાર્ટ હોસ્પિટલ (વોકહાર્ટ હોસ્પિટલ) સાથે સંચાલીત, મંગલમ હોસ્પિટલ ૧૫૦ રીંગ ફુટ, (૨) ઉદય કોવિડ હોસ્પિટલ (ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત) રાષ્ટ્રીય શાળા મેઇન રોડ શાળા નં. ૧૧ સામે (૩) કર્મયોગ હોસ્પિટલ (સ્ટર્લીંગ હોસ્પિટલ સંચાલીત) વર્ષાણી હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ તથા એચ.સી.જી. હોસ્પિટલ આસ્થા રેસીડેન્સી ૧૫૦ ફુટ રીંગ રોડ તથા શ્રેયસ કોવિડ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ સહિતની હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવેલ છે. જે તા. ૧૪ને મંગળવારથી શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત વધુ બેડની જરૂર પડશે તો વધારાના બેડ સરકાર પાસે માંગવામાં આવશે.

(2:49 pm IST)