Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજકોટ જેલમાં કેદી રવિન્દ્ર મોરીએ લાદી સાફ કરવાનું પ્રવાહી પી લીધું

જામીન મળશે કે નહિ તેની ચિંતા સતાવતી હતી

રાજકોટ તા.૧૧: યુનિવર્સિટી પોલીસ મથકના હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયા બાદ જેલહવાલે થયેલો કાચા કામનો કેદી રવિન્દ્ર મેરામણભાઇ મોરી (ઉ.૩૧) સેન્ટ્રલ જેલમાં લાદી સાફ કરવાનું પ્રવાહી પી જતાં ઉલ્ટીઓ થવા માંડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરી હતી. જેલમાં આવ્યા પછી હવે જામીન મળતાં ન હોઇ કયારે જામીન મળશે? એવા વિચાર કરી મુંજાતો હોવાથી આ પગલુ ભર્યાનું તેણે પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું.

(1:22 pm IST)