Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

આજીડેમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

આરકે યુનિવર્સિટીના ગેઇટ સામે બનાવઃ આશરે ચાલીસેક વર્ષના યુવાનનો મૃતદેહ ફુલાઇ ગયેલોઃ ગુલાબી શર્ટ કાળુ પેન્ટ પહેરેલા છે

રાજકોટ તા. ૧૧: રાજકોટ-ભાવનગર હાઇવે પર આરકે યુનિવર્સિટીના ગેઇટ નજીક આજીડેમમાંથી અજાણ્યા આશરે ૪૦ વર્ષના યુવાનની લાશ મળી આવતા આજીડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

એક યુવાનની લાશ તરતી હોવાથી જાણ થતાં આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદી તથા કિરીટભાઇ રામવતે ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ ટીમની મદદથી મૃતદેહ બહાર કઢાવી જરૂરી કાર્યવાહી કરી પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે. મૃતદેહ ફુલાઇ ગયો છે. મૃતકે ગુલાબી રંગનો શર્ટ અને કાળા જેવું પેન્ટ પહેર્યુ છે. ઓળખઇ થઇ શકે તેવી બીજી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકને કોઇ ઓળખતું હોય તો આજીડેમ પોલીસનો અથવા મો. ૯૮૭૯૫ ૦૦૩૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:22 pm IST)