Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મધુરમ સંગીત કલાસનો વાર્ષિકોત્સવ

ગુજરાત સંગીત નાટક એકડમી ગાંધીનગરના સહયોગથી મધુરમ સંગીત કલાસનો ૧૧ મો રીયલ શો મનુભાઇ વોરા બાલભવન ખાતે યોજાયો હતો. ૭૦ થી વધુ વિદ્યાર્થીઓઅએ કવિ ઝવેરચંદ મેઘાણી રચીત ગીતો, દુહા છંદ, હિન્દી નવા જુના ગીતો રજુ કરી વાલીઓને ડોલાવ્યા હતા. આ વાર્ષિકોત્સવમાં ગુજરાત સંગીત નાટક એકેડમી ગાંધીનગરના અધ્યક્ષ પંકજ ભટ્ટના હસ્તે દીપપ્રાગટયવિવિધ કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા યુવા ભાજપના હીરેનભાઇ જોષી, સભ્ય પોલીસ સલાહકાર સમિતિના સભ્ય જયેશભાઇ પંડયા, ઇન્ચાર્જ ઇકોનોમીક સેલ ભાજના નિલેશભાઇ દોશી, ન્યુ પરીમલ સ્કુલના ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઇ મંડીર, આચાર્ય અલ્પાબેન જોશી, બાલભવનના માનદમંત્રી મનસુખભાઇ જોશી, કીરીટભાઇ વ્યાસ, લોક ગાયક પ્રવિણભાઇ વ્યાસ, નિલેશ પંડયા, કણસાગરા કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ડો. પનારા, ફીલ્ડ માર્શલ ગર્લ્સ હોસ્ટેલના ટ્રસ્ટી શ્રી ફળદુ, મોદી સ્કુલના પ્રિન્સીપાલ જયપાલસિંહ ઝાલા, અનિલ જ્ઞાન મંદિરના પ્રિન્સીપાલ છાયાબેન દવે, કેતનભાઇ બોરીસાગર, હીંમતભાઇ લાબડીયા અને બહોળી સંખ્યામાં વાલી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિચત રહ્યા હતા. સમગ્ર સંચાલન રમેશભાઇ વ્યાસ અને પ્રશાંત માંકડે કરેલ.

(3:48 pm IST)