Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ફાયર NOC માટે પ૭૦ અરજી : અપાઇ માત્ર ૧૪૩

સુરત અગ્નિકાંડ બાદ મ્યુ. કોર્પોરેશને સ્કૂલો-હોસ્પિટલો-ટયુશન કલાસ-શૈક્ષણિક સંસ્થાઓને ફાયર એન.ઓ.સી. લેવા નોટીસો ફટકારી હતી

રાજકોટ, તા. ૧ર : સુરતના ટયુશન કલાસમાં અગ્નિકાંડ થયા બાદ રાજકોટ શહેરમાં અગ્નિશમન સાધનોની ફાયર એન.ઓ.સી. મેળવી લેવા શહેરના સેંકડો ટયુશન કલાસ, સ્કૂલો, હોસ્પિટલો વગેરેને નોટીસો ફટકારી હતી જે અન્વયે માત્ર ૧૪૩ જેટલી ફાયર એન.ઓ.સી. અપાયાનું જાણવા મળ્યું છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં ૩૦ર સ્કૂલો, ર૧૩ ટયુશન કલાસીસ અને પપ હોસ્પિટલો સહીત કુલ પ૦૦ જેટલી અરજીઓ થઇ હતી.

આમ ઉપરોકત પ૦૦  પૈકી ૩૧ સ્કૂલો, ૧૦૪ ટયુશન કલાસીસ અને ૮ હોસ્પિટલો તથા ૧ હોસ્ટેલને એમ ૧૪૩ ને જ ફાયર એન.ઓ.સી. અપાઇ છે.

આમ પ૦૦ જેટલી અરજીઓ પૈકી માત્ર ૧૪૩ને જ ફાયર એન.ઓ.સી. અપાતા આ કામગીરીમાં ફરી જૈસે થે જેવી પરિસ્થિતિ સર્જાયાનું ચર્ચાઇ રહ્યું છે.

(3:47 pm IST)