Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જંગલેશ્વરમાંથી વિપુલ અને નિખીલ રિક્ષામાં ૨૨૮ બોટલ દારૂ સાથે ઝડપાયા

ભકિતનગરના ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા અને વિક્રમભાઇ ગમારાની બાતમીઃ જંગલેશ્વરના સોહિલ ઉર્ફ ભાણાનું સપ્લાયર તરીકે નામ ખુલતાં શોધખોળ

રાજકોટ તા. ૧૧: જંગલેશ્વરના પ્રણામી ચોક મહાત્મા ગાંધી સોસાયટી-૧ના ખુણેની મોડી રાતે પોણા બે વાગ્યે ભકિતનગરના કોન્સ. ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા અને હેડકોન્સ. વિક્રમભાઇ રબારીને મળેલી બાતમી પરથી વોચ રાખી વિપુલ ઉર્ફ બુચન લક્ષમણભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૩-રહે. ઘનશ્યામનગર કોઠારીયા રોડ) તથા નિખીલ ગણેશભાઇ લુણાગરીયા (ઉ.૨૯-રહે. કેદારનાથ સોસાયટી)ને જીજે૩બીયુ-૧૬૫૨ નંબરની પિયાજીયો રિક્ષામાં રૂ. ૧,૧૪,૦૦૦નો ૨૨૮ બોટલ દારૂ ભરીને નીકળતાં પકડી લઇ કુલ રૂ. ૨,૯૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

બંનેએ પુછતાછમાં આ દારૂ જંગલેશ્વર-૨૮માં રહેતાં સોહિલ ઉર્ફ ભાણો દાઉદભાઇ પાસેથી લીધાનું કહેતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજય ચોૈધરી, ડીસપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડની સુચના અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, રણજીતસિંહ પઢારીયા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શિરોડીયા સહિતે આ દરોડા પાડ્યા હતાં.

(3:44 pm IST)