Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મીડીએશન સંગઠનનું લોકાર્પણ

રાજકોટ : ચેન્નઇ ખાતે સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે મદ્રાસ હાઇકોર્ટના ખાસ નિમંત્રિત કરાયેલ સીનીયર કાઉન્સેલશ્રીઓ અને વરીષ્ઠ ન્યાયવિદ્દોની ઉપસ્થિતીમાં મીડીએશન મીટ યોજાઇ હતીી. જેમાં મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમુર્તિ શ્રી કિરૂબકરનનાં હસ્તે આંતરરાષ્ટ્રીય કક્ષાના મિડીએશન સંગઠનનું લોકાર્ણણ કરવામાં આવ્યુ હતુ. આ મીટમાં રાજકોટના વરીષ્ઠ ધારાશાસ્ત્રી અને પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવનાબેન જોશીપુરાએ ખાસ નિમંત્રિત તજજ્ઞ તરીકે હાજરી આપી હતી. તેમજ સપ્ટેમ્બરમાં રાજકોટ ખાતે પણ આવી જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સમીટ યોજવાની જાહેરાત કરી હતી. કૌટુંબીક અને લગ્ન વિષયક તકરારમાં મીડીએશન પ્રક્રીયાના માધ્યમથી જટીલ કેસોનો સમાધાનકારી નિવેડો લાવવામાં સરળતા રહે છે. કાઉર્ન્સેલીંગ, સમાધાન વિષયક કાર્યવાહી અને મધ્યસ્થીનો વ્યાપ અને વિસ્તાર વધારવા સામાજીક સંસ્થાઓ અને મનો વૈજ્ઞાનિકોને સંમિલિત કરવાથી ખુબ ઉપયોગી બનશે. તેમ શ્રીમતી ભાવનાબેન જોષીપુરાએ જણાવ્યુ હતુ. તામીલનાડુના સોલીસીટર જનરલ શ્રી અરવિંદ પાંડીયન, સી.આઇ.એમ.ઓ. ના પ્રેસીડેન્ટ સીનીયર કાઉન્સેલ શ્રીમતી વિજયા કુમારી નટરાજન, સેક્રેટરી ડી. આર. શીવકુમાર, શ્રીમતી પ્રેમ રાજકુમારી, વિખ્યાત ધારાવિક શ્રી શ્રી રામશંકર દ્વારા ચેન્નઇ સમીટ આયોજીત થઇ હતી.

(3:41 pm IST)